November 21, 2024

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબી ભરૂચ ના હાથે ઝડપાયો

Share to

ફરિયાદીની ટ્રકો રેતીમાં ચાલતી હોય ટ્રક દીઠ રૂ. ૫ હજાર માંગ્યા હતા. પૈસા નહીં આપે તો ટ્રક નહીં ફરવા દેવાની ધમકી આપી હતી

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

૫ હજાર ગુગલ પે કર્યા બાદ બાકીની રકમ માટે ઉમલ્લા ચા ના સ્ટોલ પર બોલાવતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.

ઝઘડિયા તાલુકાના ઉમલ્લાના પોલીસ મથકના અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ‌‌ દ્ધારા કાર્ટિગનો વ્યવસાય કરનાર પાસે લાંચ માગતા જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે, જાણવા મળતી માહિતી પ્રમાણે એક જાગૃત નાગરિક કાર્ટિગ નો ધંધો કરતો હતો, જેમાં તેની ત્રણ જેટલી ટ્રકો ખનીજ વહન માટે ચાલતી હતી, આ બાબતે ઉમલ્લા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર જેસિંગભાઇ વસાવા નાએ‌ કાર્ટિગ નો વ્યવસાય કરનાર પાસે ગત તા.૩૦.૪.૨૪ ના રોજ તેની ટ્રક રોકી ડ્રાઇવર પાસે તેના માલિકને ફોન કરી ને જણાવ્યું હતું કે તમારી ત્રણ ગાડીઓ ફરે છે જેથી એક ગાડીના રૂપિયા ૫ હજાર લેખે કુલ રૂપિયા ૧૫ હજાર મહિનાના થાય છે જે તમારે આપવા પડશે, જો તમે આ પૈસા નહીં આપો તો તમારી ગાડી ફરવા નહીં દઉં તેવી ધમકી ઉચ્ચારી હતી. જેથી કરીને કાર્ટિગ નો વ્યવસાય કરનારે ડ્રાઇવરને જણાવેલ કે તું તેને ૫હજાર રૂપિયા આપી દે, કોન્સ્ટેબલ રાજેન્દ્ર એ ડ્રાઇવર પાસેથી ઉમલ્લા નજીકની શ્રી રંગ હોટલ ઉપર ગુગલ પે કરાવી ૫ હજાર રૂપિયા લઈ લીધા હતા અને તેની બીજી ગાડીના રૂપિયા પણ જલ્દી આપવા જણાવી કાર્ટિગનો વ્યવસાય કરનાર ફરિયાદી પાસે રૂપિયા ૫ હજાર ની લાંચની માંગણી કરેલ હતી,

કોન્સ્ટેબલ દ્વારા અઘટિત વધુ માંગણી કરતા ફરિયાદીએ તે રકમ તેને આપવી ન હતી જેથી તેમણે એસીબી નો સંપર્ક કરી તેમની ફરિયાદ આપેલ હતી, એસીબી ના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન ભરૂચના એમ.જે સિંદે તથા તેમના સ્ટાફે ઉમલ્લા નજીકની સંગીતા ટી સ્ટોલ ઉપર તેને છટકું ગોઠવી બોલાવ્યો હતો. ફરિયાદી દ્વારા રાજેન્દ્ર પોલીસ કોન્સ્ટેબલને લાંચની રૂ. ૫ હજાર લાંચ ની રકમ આપતા એસીબીના સ્ટાફે અને ઝડપી લીધો હતો, એસીબી ટ્રેપમાં ઉમલ્લા પોલીસ મથકનો અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા જિલ્લાના કેટલાક પોલીસ મથકોના ભ્રષ્ટાચારી સરકારી બાબુઓમાં સોપો પડી ગયો હતો

#DNSNEWS, DURDARSHINEWS


Share to

You may have missed