November 28, 2024

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની મહિલાઓએ લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી

Share to



       ભરૂચ – બુધવાર – મતદાનરૂપી મહાપર્વમાં ભાગ લેવા દરેક નાગરીકો ઉત્સાહભેર અવનવા કાર્યક્રમોમાં સહભાગી બની રહ્યાં છે. આ ઉત્સવની ઉજવણી માટે ક્યાંક રેલી, રંગોળી તો ક્યાંક મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભરૂચ જિલ્લામાં સંપુર્ણ મતદાન થાય  તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યાં છે. જેમાં ભરૂચના તમામ મતદારો સ્વૈચ્છિક રીતે જોડાઈને મતદાન કરવા પ્રેરિત થઈ રહ્યાં છે.
          આજરોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સહયોગથી ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સુંદર રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


Share to

You may have missed