October 4, 2024

જૂનાગઢ ના મેંદરડામાં સગીરવયની બે વિદ્યાર્થીનીઓને ગણતરીની કલાકોમાં શોધીને માતા પિતા સાથે મિલન કરાવતી જૂનાગઢ મેંદરડા પોલીસ

Share to



જુનાગઢ રેન્જના માનનીય પોલીસ મહાનીરીક્ષક નિલેશ ઝાઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લાના માનનીય પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ તથા જુનાગઢ ડિવિઝનના માનનીય નાયબ પોલીસ અધિક્ષક  હિતેષ ધાંધલ્યા સાહેબ દ્વારા જીલ્લામાં રજી.થનાર અપહરણના ગુન્હાઓમાં તુરતજ ભોગ બનનારને શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપેલ હોય જે હેઠળ

ગઇ તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર. IPC કલમ  મુજબ રજી. થયેલ હોય અને સદર ગુન્હો રજી.થયા બાદ ઉપરોક્ત તમામ માનનીય અધિકારીશ્રીઓએ તુરતજ સદર ગુન્હાના કામે જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ હોય જે અન્વયે અને પો.સબ.ઇન્સ. એસ.એન.સોનારા નાઓ સદર ગુન્હાની તપાસ કરતા હોય જે દરમ્યાન તા.૧૯/૦૪/૨૦૨૪ ના રોજ ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સીસ આધારે હકીકત મળેલ કે આ કામે સદર ગુન્હામાં ભોગ બનનાર બંન્ને બાળાઓ હાલ જુનાગઢ બસ સ્ટેન્ડમાં બેસેલ છે જેથી તુરતજ અમો તથા જરૂરી પો.સ્ટાફ સદર જગ્યાએ જઇ તપાસ કરતા આગુન્હામાં ભોગ બનનાર બંન્ને બાળાઓ મળી આવેલ હોય જેથી બંન્ને બાળાઓને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેઓ બંન્ને બાળાઓએ જણાવેલ કે પોતાની પરીક્ષા મેંદરડા ખાતે ચાલુ હોય અને છેલ્લુ પેપર હોય પેપર તથા પરીક્ષા પુર્ણ થતા ખુશાલી સબબ નાસ્તો કરવા તેમજ ગોલ્લા ખાવા રોકાઇ જતા મોડુ થઇ ગયેલ અને મોડુ થવાના કારણે પોતાને ઘરેથી પોતાના વાલી ઠપકો આપશે તેવો ડર લાગતા પોતે બંન્ને પોતાની રીતે જુનાગઢ ખાતે જતા રહેલ અને જુનાગઢ બસ સ્ટેન્ડમાં જ રોકાઇ ગયેલ હતા અને પોતાનુ કોઇએ અપહરણ કરેલ ન હતુ કે પોતાની સાથે કોઇ દુ:ષ્કૃત્ય પણ થયેલ ન હોવાની હકીકત જણાવેલ હોયત્યારે એસ.એન.સોનારા પો.સબ.ઇન્સ. તથા (૨) HCએ.એચ.હેરભા (3) PCદિનેશભાઇ મેણંદભાઇ ચાવડા (૪) PC કમલેશભાઇ દેવાભાઇ પાથર (૫) PC કેતનભાઈ મગનભાઈ મકવાણા (૬) PC રજનીકાંતભાઇ હરસુખભાઇ મહેતા (૭) WPC કંચનબેન ખીમાભાઇ બારીયા પોલીસ સ્ટાફ દ્વારા  બંન્ને બાળાઓને શોધીને તેના માતા પીતાને ગણતરીની કલાકોમાં સોંપી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed