સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઈ-શ્રમ કાર્ડને રેશન કાર્ડ સાથે ૩૦ એપ્રિલ સુધી લીંક કરાવવું ફરજિયાત*

Share to


*ડીએસઓ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને નિયત સમય દરમિયાન ઈ-શ્રમ કાર્ડ લીંક કરાવવાની સૂચના*

ભરૂચ- રવિવાર – સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રેશન કાર્ડને ઈ-શ્રમ કાર્ડ સાથે લીંક કરવાની કામગીરી 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાની હોવાથી ભરૂચ શહેર જિલ્લાના રેશન કાર્ડ ધારકોએ આ કામગીરી નજીકની મામલતદાર કચેરી અથવા વ્યાજબી ભાવની દુકાન પર જઈને કરાવવા સૂચન કરવામાં આવી છે. ભરૂચ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એમ.એન.ડોડિયા તરફથી જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે  ઈ- શ્રમ કાર્ડ ધરાવતા તમામ નાગરિકોએ રેશન કાર્ડ હોય તો તેની સાથે તા.૩૦ એપ્રિલ સુધીમાં લીંક કરાવવા ફરજિયાત છે. ભરૂચ શહેર જિલ્લાના નાગરિકોએ રેશન કાર્ડ હોય તો તે રેશન કાર્ડ સાથે ઈ-શ્રમ લીંક કરાવવા માટે બંનેની નકલ લઈને નજીકની મામલતદાર કચેરી તથા સરકારી રાહત દરની-વ્યાજબી ભાવની દુકાન ખાતે જઈ બિનચૂક જમા કરાવવી. જો જે નાગરિકો પાસે રેશન કાર્ડ ન હોય એવા તમામ નાગરિકોએ રેશન કાર્ડ માટેના તમામ જરૂરી પુરાવાઓ સાથે નજીકની કચેરીનો સત્વરે સંપર્ક કરી રેશન કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવે છે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ  દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે. 
***


Share to