મદદનીશ ચુંટણી અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા મામલતદારશ્રી નેત્રંગ પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગ સરકારી કોલેજ ખાતે મતદાર જાગૃતિ માટે દોડ યોજાઈ

Share to

જિલ્લાના યુવાનોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સામેલ થવા આહ્વાન

ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ દોડ, ચુનાવ પાઠશાળા, મતદાન શપથ સહિત મતદારોને મતદાન વિષયક સમજ આપવા વિવિધ કાર્યક્રમો યોજાયા

   ભરૂચ- શનિવાર – લોકસભા ભરૂચની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે. આજરોજ મદદનીશ ચુંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ઝઘડીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા મામલતદારશ્રી નેત્રંગ અને પોલી સબ ઈન્પેક્ટરની ઉપસ્થિતિમાં નેત્રંગ સરકારી કોલેજથી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
            નેત્રંગ સરકારી કોલેજથી મતદાર જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું. મદદનીશ ચુંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ઝઘડીયા અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્નારા ફ્લેગ ઓફ કરી દોડ શરૂ કરાવી હતી. પાંચ કિલોમીટરની દોડ દરમિયાન નેત્રંગના જુદા – જુદા વિસ્તારોમાં ફરી અને વધુ મતદાન થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. મતદાન શપથ સહિત મતદારોને મતદાન વિષયક સમજ આપવા આપવામાં આવી હતી.


Share to