પઠાર પ્રાથમિક શાળાનુ ગૌરવ.ધોરણ ૬મા ભણતી આદિવાસી વિધાઁથીનીએ સંસ્કૃત ગૌરવ પરીક્ષામા ૮૬ માકઁ મેળવ્યા.

Share to


પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૧-૦૩-૨૪.

ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે અને આપણી જનની દેવભાષા સંસ્કૃત પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવા માટે દર વષેઁ સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમિતિ દ્રારા વિવિધ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વાલીઆ તાલુકાના પઠાર ગામે આવેલ પ્રાથમિક શાળામા અભ્યાસ કરાવતા શિક્ષિકા ઝાલા રામીબેને ચાર પરીક્ષા આપી પ્રથમ શ્રેણી તથા વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર મેળવેલ છે. તેઓ થકી છેલ્લા ત્રણ વષઁથી શાળામા અભ્યાસ કરતા ૩૫ જેટલા આદિવાસી બાળકો સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપે છે. ચાલુ સાલે લેવાયેલ આ પરીક્ષામા ધોરણ છ મા અભ્યાસ કરતી વિધાઁથીની ની નિમિષા સંજયભાઈ વસાવાએ ૧૦૦ માંથી ૮૬ માકઁસ મેળવી વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર હાંસલ કરેલ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to