પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.
તા.૨૦-૦૩-૨૪. ૨૦૧૮ના
innovation॰ કાર્યશાળામાં diet bharuch ખાતે પોતાની શૈક્ષણિક બુકલેટનું વિમોચન કરાવ્યા પછી પઠાર ગામની પ્રાથમિક શાળા,તા.વાલિયા જી.ભરૂચમાં છેલ્લા ૧૪ વર્ષથી ફરજ બજાવતા શિક્ષિકા રામીબેન ઝાલા દ્વારા સાહિત્ય સફરની શરૂઆત કરવામાં આવી. સર્વપ્રથમ ઓનલાઇન પ્રતિલિપિ પર લખવાની શરૂઆત કર્યા બાદ સહિયારી પુસ્તકમાં પોતાની રચના પ્રગટ કરતા.૨૦૨૦માં પોતાનું પ્રથમ પુસ્તક આવો ઉડીએ કલ્પનાની પાંખે પ્રકાશિત કર્યું અને આ સમયે પોતાનું ઉપનામ સંદેશી રાખી કાયદેસર લેખિકા તરીકેની કાર્યવાહી કરી. આ પુસ્તકને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રતિભાવ અને શુભેચ્છા સંદેશ આપવામાં આવેલ. ત્યારબાદ સંપાદક તરીકે કાર્ય કરતા હતા.જેમાં Value education નામે શૈક્ષણિક નાટકોના પુસ્તકનું સંપાદન કર્યું.આ દરમિયાન એમનો કોન્ટેક્ટ હાલના દલિત સાહિત્ય એકેડમી અમદાવાદના મહિલા પ્રમુખ પિન્કીબેન મહેતા સાથે થયો. રામીબેન ઝાલાના certificate making,proof reading,e book making વગેરે કાર્યથી પ્રભાવિત થઈ Glorious writer community અમદાવાદનાં vice President તરીકે મહિલા દિન નિમિતે વિધિસર નિમણુક કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
વડોદરાના પૂર્વ કોર્પોરેટર પુત્રની હત્યા મામલે પીઆઇ, પીએસઆઇ સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ
ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઈનિશિએટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કી આશ કેન્દ્રનું ઉદઘાટન કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી
જૂનાગઢ જિલ્લા પોલીસ તથા દિવ્યભાસ્કર – જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઇ તે માટે Drawing Against Drugs” નુ આયોજન કરવામાં આવ્યું