December 22, 2024

ચંદ્રવાણ ગામ ના યુવાનનેનેત્રંગ ડેડીયાપાડા રોડ પર લાલમંટોડી પ્રેટોલ પંપ પાસે કન્ટેનર ચાલકે અડફેટે લેતા ધટના સ્થળે મોત.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૧-૦૩-૨૪.

નેત્રંગ ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ચંદવાણ ગામના ભગત ફળીયા ખાતે રહેતો પ્રવિણ પુરણભાઈ વસાવા ઉ.વ.૨૩ કે જે એક સંતાન નો પિતા હોય સદર ઇસમ ઝધડીયા જીઆઇડીસી ખાતે આવેલ ગુબ્રાશન કંપનીમા નોકરી કરતો હોય. તા.૨૧મી ના રોજ કંપનીમા ફસટ સીપમા કામ પર જવાનુ હોવાથી સવારના છ વાગ્યા આસપાસ પોતાના ધરેથી પોતાની યામાહા કંપની R15M  મોટરસાયકલ નંબર જીજે ૧૬ ડીએફ ૮૧૩૬ લઇ ને ઝધડીયા જીઆઇડીસી ખાતે જઇ રહ્યો હતો. ત્યારે નેત્રંગ નગરના લાલમંટોડી વિસ્તાર માંથી પસાર થઇ રહ્યો હતો. તે સમય દરમિયાન આનંદ પ્રેટોલ પંપ પાસે નેત્રંગ તરફથી ડેડીયાપાડા તરફ જઈ રહેલ કન્ટેનર નંબર એન એલ ૦૧ ક્યુ ૦૩૬૯ ના ચાલકે ગફલત ભરી રીતે રોગ સાઇડ કન્ટેનર હંકારી લાવતા પ્રવિણ ની મોટરસાયકલ ને અડફેટે લેતા પ્રવિણ મોટરસાયકલ ઉપર થી ફંગોળાઇ જતા નીચે પડતા કન્ટેનર ના વ્હીલ તેના માથા ઉપર ફરી વળતા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતા તેનુ ધટના સ્થળે જ મોત નિપજયુ હતુ, સદર બનાવ પ્રવિણ ની સાથે અન્ય મોટરસાયકલ ઉપર જઈ રહેલા તેના મિત્રોની નજર સામેજ તેનુ મોત થયુ હતુ.બનાવને લઇ ને તેના મિત્રો તેના ધરે જાણ કરતા તેની પત્ની સહિત ના સંગા સંબંધીઓ ધટના સ્થળે આવી ગયા. આ સમયે મોટી સંખ્યા મા લોકટોળ એકત્ર થયા હતા.પ્રવિણ વસાવાની લાશનુ પીએમ નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે કયાઁ બાદ સગા સંબંધીઓને લાશ સોપવામા આવી હતી. બનાવને લઇ ને ચંદવાણ પંથક મા ધેરાશોક ની લાગણી ફરીવળી છે. નેત્રંગ પોલીસ સ્ટેશન બનાવ અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ  વધુ તપાસ પીએસઆઇ આર.આર ગોહિલ ચલાવી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed