ઝગડીયા GIDC મા આવેલ ગુલશન પોલિયલ્સ કંપની મા કામદારો એ પડતર પ્રશ્નો ને લઈ કંપની ને આવેદન પાઠવ્યું હોવાની વિગત..

Share to

હરહંમેશ વિવાદો મા રહતી ઝગડીયા ની ગુલશન પોલિયલ્સ કંપની…

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

વેતન સહિત અન્ય મુદ્દા ઉપર કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા ચાલી રહી છે : કામદાર

ભરૂચ જિલ્લા ના ઝગડીયા GIDC મા પ્લોટ નંબર 762 મા આવેલ ગુલશન પોલિયલ્સ નામની કંપની મા કામદારો ના પેન્ડિંગ પ્રશ્ન સમસ્યા અંગે કંપની ને આવેદન આપવામાં આવ્યું છે કંપની મા સોરબીટોલ, સ્ટાર્ચ પ્લાન્ટ મા કોન્ટ્રાક્ટ મા કામકરતા કમાદારો ની અનેક વાર રજૂઆતો છતાં કામદારો ના પ્રશ્નો કંપની દ્વારા પુરા કરવામાં નહીં આવતા હોવાની વાત કંપની મા કામ કરતા એક કામ કરતા કામદારે ટેલિફોનિક વાત મા અમારા પ્રતિનિધિ ને જણવ્યું હતું જેમાં કામદાર દ્વારા વધુ જાણવતા જેમાં કંપની મા કોન્ટ્રાકટ ઉપર કામકરતા કામદારો દ્વારા તેઓ ને સરકાર દ્વારા આપવામાં આવતા લાભો જેમાં

કામદારો નું પી એફ કાપવું,

દરેક કામદારો ને મિનિમમ વેજીસ મળવું,

દરેક કામદાર ને સેફટી ના સંસાધન સહિત લાભ આપવા,

ગ્રેડ મુજબ પગાર વધારો,

જુના કામદારો ને કંપની રોલ ઉપર કરવા,

પ્લાન્ટ મા પીવાનું સ્વચ્છ પાણી,

સંડાશ, બાથરૂમ ની વ્યવસ્થા કરવી,

ઓવરટાઈમ ડબલ કરવો,

કેન્ટીન મા આપવામાં આવતું ભોજન નાસ્તો સસ્તા ભાવે આપવા વ્યવસ્થા કરવી,

કાયદા મુજબ બોનસ આપવું,

કોન્ટ્રાક્ટ મા કામ કરતા કામદારો ને આવા જવા માટે કંપની દ્વારા ટ્રાવેલ્સ ની વ્યવસ્થા કરવા

જેવા મુદ્દા ઉપર લેખિત મા આવેદન આપવામાં આવ્યું છે અને કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા ચાલી રહી છે અને જો 10 દિવસ મા આ બાબતે જો કંપની કોઈ નિર્ણય નહીં લે તો કામદારો દ્વારા આંદોલન ની ચીમકી પણ ઉંચારવામાં આવી છે ત્યારે ઝગડીયા ના GIDC સ્થિત ગુલશન પોલિયલ્સ નામની કંપની મા અવારનવાર કામદારો અને કંપની વચ્ચે પગાર અને અન્ય બાબતોને લઈ ચર્ચા મા રહી છે ત્યારે ગુલશન પોલિયિલ્સ નામની કંપની અવાર નવાર પોતાના કામો ને લઈ વિવાદો મા રહેતી આવી છે અને જે બાબતે કેટલીક વાર તેને નોટીસ પણ મળી ચુકી હોવાનું બહાર આવ્યું છે આ કંપની ઉપર અનેક વાર દંડનીય કાર્યવાહી પણ થઈ છે

તે પછી પોલ્યૂશન હોઈ કે વિના સેફટી કામદારો ને જોખમી કામ કરાવું, કે પછી ઘોઘાટ પ્રદુષણ કરવું જેવા અનેક કામો કાયદા વિરુદ્ધ કરતા ગુલશન કંપની ક્યાંક ને ક્યાંક સ્થાનિક કામદારો નું શોષણ કરી કાયદા ને નેવે મૂકી પોતાની જો હુકમી ચલાવી રહી હોઈ તેમ લાગી રહ્યું છે ત્યારે જોકે હજુ સુધી કામદારો દ્વારા કંપની ને આવેદન આપવામાં આવતા આ મામલે શુ થાય છે તે જોવું રહશે પરંતું અવારનવાર ઝગડીયા GIDC મા અનેકો કંપની મા કામદારો ને પડતી મુશ્કેલી બાબતે લેબર કમિશનર ને અનેકો રજૂઆતો કરવામાં આવતી હોંઈ છે પરંતું લેબર કમિશનર દ્વારા આવા ઉદ્યોગો ઉપર કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પણ એક મોટો પ્રશ્ન લોકો મા ઉદભવ્યો છે.. હાલતો આ બાબતે સમાચાર પ્રસિદ્ધ થતા ગુલશન કંપની અને કામદારો નું નિરાકરણ આવે છે કે પછી વિવાદ હજુ વકરે છે કે પછી આ મામલો 10 દિવસ મા શાંત થઈ જશે તે જોવું રહ્યું…


Share to