નેત્રંગ માં મહિલા બુટલેગર ના બાથરૂમ અને સ્કૂટર માંથી રૂ .72 હજાર થી વધુનો દારૂ ઝડપાયો…* મહિલા બુટલેગર ની દારૂ તેમજ સ્કૂટર મળી રું.સવા લાખ થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત…

Share to


નેત્રંગ પોલીસે  મહિલા બુટલેગર ના  ઘરના બાથરૂમ અને સ્કૂટર માંથી રૂ .72 હજાર થી વધુનો દારૂ ઝડપી પાડી           મહિલા બુટલેગર ની દારૂ તેમજ સ્કૂટર મળી રું.સવા લાખ થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે…..  
ભરૃચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા  તથા નાયબ પોલીસ અધિક્ષક  ડો.કુશલ.આર.ઓઝા તથા અંક્લેશ્વર  સર્કલ પી.આઇ. આર.એમ.વસાવા એ હાલમાં હોળી ધુળેટી તહેવાર અનુસંધાને પોલીસ  સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન ,અને જુગાર પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ .જેથી નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન નેત્રંગ  પોલીસ સ્ટેશન વિસ્તાર માં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમી મળેલ કે, નેત્રંગ દામલા કંપનીમાં રહેતી ગીતાબેન સતિષભાઇ વસાવાનએ પોતાના ઘરની આજુ-બાજુમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે .જે બાતમીના  આધારે બાતમીવાળી જગ્યાએ  રેઈડ કરતા સ્થળ ઉપર થી આરોપી બહેન ગીતાબેન વસાવા ઝડપાઈ જતાં તેની  સાથે રહેણાંક મકાન તથા આજુબાજુમાં તપાસ કરતા રહેણાંક ઘરના બાથરૂમમાંથી તથા ઘરનાં આંગણામાં પાર્ક કરેલ હોન્ડા કંપનીની એક્ટીવા સ્કુટર મોટર સાયકલ નંબર GJ.16.DL.9915 માંથી અલગ અલગ બ્રાન્ડની  વિદેશી દારૂઓની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ્લે બોટલ નંગ- ૨૯૧ મળી આવતા. પકડાયેલ આરોપી મહિલ વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.. *વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed