September 4, 2024

જંબુસર પોલીસે જુગારના બે અલગ અલગ કેસમાં કુલ 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે 4 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. 82 હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Share to





જંબુસરના પીઆઈ એ.વી.પાણમીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.બી.રાઠવા તથા સ્ટાફના માણસો રાત્રી પેટ્રોલીંગમાં હતા.દરમિયાન ખાનપુર દેહગામનાં કુતરીયા તળાવની પાછળ આવેલા બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં પત્તા- પાનાનો જુગાર રમતાં સાજીદ અબ્બાસ પટેલ,શક્લેન મુસ્તાક ઈસ્માઈલ જનાબ,સાજીદ અબ્બાસ પટેલ,જગદીશ રાઠોડ,સુરેશ રાઠોડ,કાસીમ માસ્ટર, શાહરૂખ ઈસપ પટેલ અને સરફરાજ માલા (વો.પટેલ)ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ.13,210 અને મોબાઇલ નંગ-06 કિ.રૂ.27, 000 તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ.40,210 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગારીઓ વિરુધ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જ્યારે બીજા એક બનાવમાં પોલીસે તળાવ પુરા વિસ્તારમાં રેઈડ કરતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી.જેમાં પોલીસે સ્થળ પરથી ખાલીદ ઉર્ફે અલોલ ઈબ્રાહીમ શેખ,ઇમરાન ફિરોજ પઠાણ,મહંમદ રસુલ નિઝામ ઉમરજી મલેક, તમામ રહે તલાવપુરા જ્યારે હોમગાર્ડમાં ફરજ બજાવતા રણજીત રાયસંગ પાવા રહેજાની પકડી પાડ્યા હતા.જ્યારે ચાર જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતાં.પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 6,550 મોબાઈલ નંગ ચાર રૂ.11 000 તથા બે મોટરસાયકલ રૂ.65,000 કુલ્લે રૂ. 82,550 નો મુદ્દો માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share to

You may have missed