December 22, 2024

જૂનાગઢ ના વિસાવદર લાયન્સ કલબ દ્વારા મોટાભલગામ ગામે મિડલ સ્કૂલના રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું કરાયું સન્માન.

Share to



જૂનાગઢ ના વિસાવદરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ સહયોગ સાથે મિડલ સ્કૂલ ભલગામ (મોટા) ના રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવેલ જેમાં શાળા ના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ આર. સોરઠીયા ની પ્રેરણા તેમજ વ્યાયામ શિક્ષક ભરતભાઈ પરમાર, કોચ મહેશભાઈ પરમાર તેમજ શેહનાજબેન લોબી સહિતનાં સયુંકત માર્ગદર્શન હેઠળ મિડલ સ્કૂલ ભલગામ (મોટા) ના શાળાકીય સ્પર્ધામાં જીલ્લકક્ષાએ હેન્ડબોલ તેમજ ખો ખો અંડર ૧૭ એમ બહેનોની બંન્ને ટીમોએ જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ તેમજ ખેલ મહાકુંભ ૨૦૨૩/૨૪ મા અલગ અલગ રમતોમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી  ભાઈ બહેનોનું લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનપત્રો એનાયત કરી સન્માન કરવામાં આવેલ લાયન્સ કલબ વિસાવદર દ્વારા આયોજિત સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત શાળાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ સોરઠીયા સહિતના શાળા પરિવાર દ્વારા લાયન્સ કલબ વિસાવદર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવેલ. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત લાયન્સ કલબ વિસાવદર ના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી દ્વારા રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ શાળાનાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાનાં શિક્ષક કમલેશભાઈ એસ ઠુંમર દ્વારા કરવામાં આવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed