ઝઘડિયામાં આંગણવાડીની 200થી વધુ બહેનોએ બજેટની હોળી કરી

Share to
આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો લઈને અગાઉ પણ પ્રદર્શન કર્યું હતું આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો લઈને અગાઉ પણ અમદાવાદ ખાતે રેલીનું આયો જન કર્યું હતું, પણ મંજૂરી નહીં મળતા નવરંગ હાઇસ્કુલ નારણપુરા ખાતે બેનરો સહિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લામાં 500 જેટલી આંગણવાડીની બહેનો જોડાઈ હતી. તેમજ અગાઉ આંગણવાડી બંધ રાખીને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પરંતુ તેનું પરિણામ નહીં મળતા આંદોલન આગળ વધશે. ભાસ્કર ન્યૂઝ | ઝઘડિયા રાજય સરકારે બજેટમાં પડતર માગણીઓ સંદર્ભમાં કોઇ જાહેરાત નહિ કરતાં આંગણવાડી કાર્યકર બહેનોમાં રોષ જોવા મળી રહયો છે. ઝઘડિયા ખાતે બહેનોએ એકત્ર થઇ બજેટની હોળી કરી હતી. વેતનમાં વધારો કરવા સહિતની પડતર માંગણીઓનો રજુ કરેલ બજેટમાં કોઈ જાહેરાત કે સ્વીકાર નહિ કરતા આંગણવાડીની બહેનોમાં બજેટને લઈને ભારે રોષ ફેલાયો હતો. ભરૂચ જિલ્લામાંથી 200 જેટલી આંગણવાડી બહેનોએ ભેગા થઈ બજેટની નકલને સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. બજેટમાં વિકાસને લઈને અનેક યોજનાઓની જાહેરાત તેમજ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ બાળકોના વિકાસને લઈને કામગીરી કરતી આંગણવાડી બહેનોની પડતર માંગણીઓને લઈને રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કે સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેથી આંગણવાડી કાર્યકર બહેનોમાં સરકારની નીતિઓને લઈને ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. આંગણવાડી કાર્યકર બહેનોએ ભેગી થઈને બજેટની નકલની હોળી કરી રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં આંગણવાડીની બહેનો ના પગાર વધારા કે અન્ય કોઈપણ માંગણી પ્રત્યે ઉલ્લેખ ન થયો હોય સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આગામી સમયમાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી ને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


Share to