નેત્રંગ તાલુકાના બીટીપી અને કોંગ્રેસના આગેવાનો ધારાસભ્ય રિતેશ વાસવાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાતા નેત્રંગ તાલુકામાં ફરી રાજકારણ ગરમાયુ

Share to





ધારાસભ્ય રીતેષવસાવા નાં હસ્તે કોંગ્રેસ નાં તાલુકા પંચાયત સભ્ય તથાં આગેવાનો બીટીપી નાં પાયાના કાર્યકરો તથાં આગેવાનો ભાજપ નો ભગવો ધારણ કરતાં કોંગ્રેસે તથાં બીટીપી માં મોટું ભંગાણ

આવનારી લોકસભા ૫ લાખ વોટ ની ઉપર થી વિજયનો લક્ષ્યાંક ને પાર કરીશું એવો આશાવાદ ધારાસભ્ય રીતેષવસાવા એ વ્યક્ત કર્યો

ભરૂચ લોકસભા માં ફરીથી એકવાર ભાજપનો ભગવો લેહરાશે ધારાસભ્ય રીતેષવસાવા

ઝઘડિયા તાલુકા જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથાં બીટીપી માં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે આજોલી જે કોંગ્રેસ ની પરંપરા ગત સીટ રહી છે તે વિજય થયેલાં ઉમેદવાર દિનેશભાઈ વસાવા ભાજપ નો ભગવો ધારણ કરતાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ માં મોટું ભંગાણ પડ્યું હોય તેમ જણાઈ આવે છે ઉપરોક્ત માહિતી મુજબ ,બી.ટી.પી ના વરિષ્ઠ  વાંકોલ પંચાયતના માજી સરપંચ  હરેશભાઈ વસાવા તથાં,ગામના આગેવાનો અન્ય,અસનાવી ગામના સરપંચ ભોલાભાઈ વસાવાનો દિકરો રામુભાઇ વસાવા પોતાના સમર્થકો સાથે કાંટીપાડા ગ્રામ પંચાયત નાં માજી સરપંચ વિશ્રામભાઈ જે વર્ષો થી કોંગ્રેસ માટે તનતોડ મહેનત કરી રહ્યા હોય જે ગતરોજ ભાજપમાં  પોતાના સમર્થકો સાથે જોડાતાં અનેક તર્કવિતર્કો સેવાઈ રહ્યા છે તથાં અન્ય ખાખરીયા ગામના આગેવાનો તથા અન્ય ગામના આગેવાનો ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય શ્રી રિતેશવસાવા ના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો ભાજપમાં પ્રવેશ કર્યો પ લાખ ઉપર ની લીડ થી ભરૂચ લોકસભામાં ભાજપનો ભગવો લેહરાશે ધારાસભ્ય રીતેષવસાવા આશાવાદ વ્યક્ત કર્યો

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed