વાઘોડિયા ખાતે ખત્રી મુસ્લિમ બાવીસી જમાતનુ સમુહ લગ્ન યોજાયુ..38 યુગલો એ નિકાહ ની રશ્મ અદા કરી

Share toફક્ત 9 મહિનાના ટૂંકા ગાળામા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ દ્વારા આ બીજા સમુહ લગ્ન નુ આયોજન

તારીખ 11  ફેબ્રુઆરી 2024 ના રોજ ખત્રી મુસ્લિમ બાવીસી જમાતના સમૂહ લગ્ન નુ આયોજન કરાયુ 38 છોકરા અને 38 છોકરીઓ સમૂહ લગ્નમાં મુસ્લીમ રિત રિવાજ મુજબ નિકાહ ની રશ્મ અદા કરી લગ્નગ્રંથિ જોડાયા
     એક મધ્યમ અને ગરીબ  દિકરીનાને બાપને જ્યારે પોતાની દીકરી મોટી થતા જ તેના લગ્ન ની ચિંતા કોરી ખાતી હોય છે કુ-રિવાજો, ખોટા ખર્ચા, કરી લાખો રુપિયા નો ધુમાડો કરી દેવાના ડુંગર તળે દબાઇ જતા તે ખુબ મુશ્કેલી મા મુકાઇ જતો હોય છે આર્થીક પરિસ્થિતિ થી પીસાતા દિકરીના પિતા માટે આ પ્રમાણે યોજવામાં આવતા સમુહ લગ્નો ના આયોજન  આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે

    દિકરા-દિકરી લગ્ન નો ભાર લઇ ફરતા પરિવાર અને કુરિવાજો દુર કરવા માટેનુ ઉત્તમ કાર્ય વર્ષો પહેલા ખત્રી સમાજ ના અગ્રણીઓ દ્વારા સમૂહ લગ્ન યોજી શરૂ કરવામાં આવ્યું હતું બેન્ડ-વાજા ડીજે પાછળ  ખર્ચ નહિ કરી નાણા બાળકોના શિક્ષણ પાછળ વપરવાનો ઉદ્દેશ થી દ્વારા સમૂહ લગ્નોના આયોજન કરવામાં આવી રહ્યા છે
 
    38 જેટલાં યુગલો ને સમાજના સખી દાતાઓ  તરફ થી જીવન જરૂરી વસ્તુઓ ની ભેટ.. લગ્ન કરનાર દિકરીઓને આપવામા આવી હતી
મહત્વની વાત એ છે કે ફક્ત 9 મહિનાના ટૂંકા ગાળામા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજનુ આ બીજુ સમુહ લગ્ન યોજવામા આવી રહ્યું છે તે ખૂબ સરાહનીય કાર્ય સમાજના આગેવાનો દ્વારા કરવામા આવ્યુ

સમૂહ લગ્નમા એક સખીદાતા તરફથી 38 યુગલોમાથી એક લકી યુગલને મક્કા મદીનાના ઉમરાહ માટે ખર્ચ આપવાની જાહેરાત કરાઈ હતી જેનો સમૂહ લગ્નના સમિયાણા જ ડ્રો કરવામાં આવ્યો હતો જેમા નામ નીકળનાર યુગલ ને ઉમરાહ માટે મોકલવાની જાહેરાત કરાતા દુલ્હન ખત્રી બુશરાબાનુ મોહમદ રફીક ભાઈ વડોદરા અને દુલ્હા ખત્રી નિસાર એહમદ સલીમભાઈ બૉડેલી 7 નંબર ના યુગલ નુ નામ નીકળ્યુ હતુ

વાઘોડિયા સમૂહ લગ્ન એડહોક કમીટી દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમા સમગ્ર ગુજરાતભર થી ખત્રી સમાજના લોકો ભેગા થશે,બોડેલી, વડોદરા, વાઘોડિયા, ભરૂચ, રાજપીપળા, ડભોઇ, પાવીજેતપુર,  તેજગઢ, છોટાઉદેપુર, અમદાવાદ ગાંધીનગર તેમજ મુંબઈ ખાતે રહેતા મુસ્લિમ ખત્રી સમાજ ઉપસ્થિત રહી સમૂહ લગ્નમા હાજરી આપી હતી


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed