ઘાણીખુંટ પ્રા.શાળાના વિધાથીૅઓ જનજાગૃતિ રેલી યોજી

Share to



* હાથીપગા રોગથી સાવધાનીનો સંદેશો પાઠવ્યો

તા.૦૯-૦૨-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ તાલુકાના ઘાણીખુંટ પ્રા.શાળામાં અભ્યાસ કરતાં વિધાથીૅઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.ઘાણીખુંટ પ્રા.શાળાના વિધાર્થીઓએ ગામમાં જનજાગૃતિની રેલી યોજી હાથીપગા ગંદા પાણીમાં ઉત્પન્ન થતાં માદા ક્યુરેશ મચ્છર ધ્વારા રોગ ફેલાય છે.સ્વચ્છતા રાખી આ રોગને અટકાવી શકાય છે તેવો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.નેત્રંગ તાલુકાના તમામ ગામોમાં હાથીપગોના રોગ અટકાવવા આરોગ્ય વિભાગના કમઁચારીઓ અને સામજીક સંસ્થાઓ જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે.જે દરમ્યાન શાળાના આચાર્ય-શિક્ષકો અને મોટીસંખ્યામાં વિધાથીૅઓ જોડાયા હતા.જે આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to