સ્વ.અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા આગામી 10 ફેબ્રુઆરીથી જંબુસર થી દેવમોગરા સાગબારા સુધી ભરૂચ જોડો ભારત જોડો યાત્રા

Share toભરૂચ લોકસભા બેઠક માં સમાવિષ્ટ દરેક તાલુકામાંથી યાત્રા નીકળે તેવું અયોજન

યાત્રા દરમ્યાન પ્રોગ્રેસ ફોર ઓલ ની ભવના થકી ગરીબ,શોષિત,દલિત અને પછાત વર્ગના લોકો નો સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકાય તે માટે મનોમંથન કરાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી હાલ મણિપુરથી મુંબઇ સુધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નિકળ્યા છે જેને ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કૉંગ્રેસના નેતા સ્વ.અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા આગામી 10 મી ફેબ્રુઆરી થી ભરૂચ જોડો ભારત જોડો યાત્રા ની શરૂઆત કરવામાં આવનાર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
મળતી માહિતી મુજબ આગામી 10મી ફેબ્રુઆરી ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસરથી નર્મદા જિલ્લાના સાગબારા અને સમગ્ર આદિવાસી સમાજના પવિત્ર યાત્રાધામ એવા દેવમોગરા સુધી ભરૂચ જોડો ભારત જોડો યાત્રાનું આયોજન કૉંગ્રેસના દિગગજ નેતા સ્વ.અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.યાત્રા ની શરૂઆત જંબુસર ખાતે જ્યાંથી ગાંધીજીએ દાંડી યાત્રા ની શરૂઆત કરી હતી તે દાંડીકૂચ પથ થી કરવામાં આવશે અને ભરૂચ સહિત નર્મદાના તાલુકાઓમાંથી પસાર થાય તેવું આયોજન કરાયું છે.યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોને મળવા સાથે તેમના દુઃખમાં સહભાગી થવાનો છે.
ફૈઝલ પટેલ આ ભરૂચ જોડો ભારત જોડો યાત્રા દરમિયાન તેમના પિતા સ્વ.અહમદ પટેલના દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યો વિશે ઊંડી સમાજ મેળવશે અને ભવિષ્યમાં સર્વોદય પ્રોગ્રેસ ફોર ઓલ ની ભાવના થકી ગરીબ વંચિત અને શોષિત,દલિત,અને પછાત લોકોનો સર્વાંગી વિકાસ કેવીરીતે કરી શકાય તે વિશેનો રહેશે અને તેમના પિતા થકી મળેલ વારસાને હંમેશા ગરીબ જરૂરિયાતમંદ લોકોની નિસ્વાર્થ સેવા કરવામાં આગળ વધારશે.ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાની જનતાને આ ભરૂચ જોડો ભારત જોડો યાત્રામાં ઇતિહાસના ભાગીદાર બનવા અને સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી છે.ત્યારે હાલ આ યાત્રા કયા કયા તાલુકાઓમાંથી નીકળશે તે માટેના રૂટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો


Share to

You may have missed