સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા બેંકિંગ જાગૃતતા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Share to


તા. 30/01/2024 ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા બેંકિંગ જાગૃતતા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર શ્રી હિંમતસિંહ દ્વારા બેંકિંગ જાગૃતતા અંગે ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાનાં પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન કે. પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. ચનાભાઈ ટાલીયા અને ડૉ. પ્રફુલ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન એસ.વાય.બી.એ. અર્થશાસ્ત્રનાં વિદ્યાર્થી તુષાર વસાવા અને સ્નેહા વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને તમામ અધ્યાપક મિત્રો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહીને સફળ બનાવ્યો હતો.


Share to