જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે બોરીદ્રા – ગુમાનદેવ વચ્ચે ક્રોસીંગ નં.૧૭ ઉપરથી થતા વાહનો સંપૂર્ણ અવર જવર બંધ કરવા જાહેરનામું

Share to

*ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામુ*



*તા. ૨૯/૦૧/૨૦૨૪ થી તા.૩૦/૦૧/૨૦૨૪ દિન-૨ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે વાહનો બંધ રહેશે.*

ભરૂચ- મંગળવાર- આમુખ-(૧) થી ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોરીદ્રા -ગુમાનદેવ વચ્ચે ક્રોસીંગ નં.૧૭ રીપેરીંગ માટે તા.૨૯/૦૧/૨૦૨૪ થી તા.૩૦/૦૧/૨૦૨૪ દિન-૨ સુધી બંધ રાખનાર હોઈ જરૂરી ટ્રાફીક ડાયવર્ઝન કરી જાહેરનામું પ્રસિધ્ધ કરવા અભિપ્રાય આપેલ છે. રીપેરીંગ વખતે કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન થાય તે માટે સદર રસ્તા પરથી પસાર થતાં માલવાહક સિવાયના નાના વાહનોનું રૂટ ડાયવર્ઝન કરવું આવશ્યક જણાય છે.
આથી એન.આર.ધાધલ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તા.૨૯/૦૧/૨૦૨૪ થી તા.૩૦/૦૧/૨૦૨૪ દિન-૨ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે બોરીદ્રા – ગુમાનદેવ વચ્ચે ક્રોસીંગ નં.૧૭ ઉપરથી થતા વાહનો સંપૂર્ણ અવર જવર બંધ કરવા આથી હુકમ કરવામાં આવે છે.
*રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.*

૧) રાજપીપળા ઝઘડીયા તરફથી આવતા વાહનો વાલીયા -ઝઘડીયા ત્રણ રસ્તા થઈ,સેલોદ થઈ ઝઘડીયા જીઆઈડીસી રોડથી ફુલવાડી-કપલસાડી થઈ બોરોશીલ ગરનાળા થઈ નાના સાંજા ત્રણ રસ્તા થઈ અંકલેશ્વર, ભરૂચ તરફ જઈ શકશે.
૨) ભરૂચ અંકલેશ્વર તરફથી રાજપીપળા તરફ જતા વાહનો નાના સાંજા ત્રણ રસ્તા થઈ, બોરોશીલ ગરનાળા થઈ,કપલસાડી-ફુલવાડી થઈ, ઝઘડીયા જીઆઈડીસી થઈ, સેલોદ, વંઠેવાડ ગામ થઈ વાલીયા ઝઘડીયા ત્રણ રસ્તા થઈ, ઝઘડીયા થઈ રાજપીપળા તરફ જઈ શકશે.
આ જાહેરનામાના આદેશનું પાલન કરનાર ઈસમને ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમા જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed