રાષ્ટ્રીય બાલિકા દિવસ:ભરૂચ જિલ્લો
ભરૂચ: બુધવાર: જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે જિલ્લા મહિલા અને બાળની કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી.
જિલ્લા કલેકટર આ પ્રસંગે અધ્યક્ષપદે કહ્યું કે, રાષ્ટ્રીય બાલિકા દિવસની સુભેચ્છા આપતા જણાવ્યું કે,જે ઘરમાં દીકરી ન હોય પરિવાર પૂર્ણ પરિવાર ગણાય નહીં.વધુમાં તેમણે પોતાના પરિવારના જ ઉદાહરણ આપતાં જણાવ્યું કે તેઓ પોતાની દીકરીનું જ ઉદાહરણ આપીને આજના દિવસની મહીમા વર્ણવી હતી.
બાલિકાઓને સમાજમાં રહેલ ભેદભાવ દૂર કરી સમાનતા લાવવા અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેમનામાં આત્મવિશ્વાસ કેળવાઈ અને લોકશાહીના મુલ્યો તથા નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેવા આશયથી “તેજસ્વીની જિલ્લા પંચાયત”નું આયોજન જિલ્લા પંચાયત હોલ ભરૂચ ખાતે કરવામાં આવેલ હતું
આજના રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જિલ્લાની પ્રથમ બાલિકા પંચાયત પીપલપાન ગામની ચુંટાયેલી સરપંચ તેમજ સભ્યશ્રીઓ દ્વારા સામાજિક મુદ્દાઓ જેવા કે દિકરીઓના જન્મ અને શિક્ષણ,દિકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ ,મતદાન જાગૃતિ, મહિલા અનામત,આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા ,દિકરીઓના હક્ક/અધિકારો,સામાજિક દૂષણો જેવા મુદ્દાઓ પરત્વે ચર્ચા કરવામાં આવેલ.
બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યોને દીકરીના નામની નેમ પ્લેટ, વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમ તેમજ દીકરી વધામણાં કીટ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના મંજુરી હુકમ, મહિલા ખેલાડી દીકરીઓને ટ્રોફીનું વિતરણ કરવામાં આવેલ . આ કાર્યક્રમમા ભાગ લીધેલ દરેક બાલિકાઓને સ્કૂલ બેગ તેમજ પાણીની બોટલ ચોપડાનું વિતરણ કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાલિકાઓ દ્વારા કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમમાં મહિલા બાળ યુવા વિકાસ પ્રવુતિ ચેરમેનશ્રી ભાવનાબેન વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ વી ડાંગી સાહેબ, જીલ્લા ઉપ પ્રમુખશ્રી આરતીબેન પટેલ, , જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી કાશ્મીરાબેન સાવંત, જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી પ્રીતેશભાઈ વસાવા,પીપલપાન ગામના મહિલા સરપંચશ્રી પ્રવિણાબેન વસાવા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
More Stories
* નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ * નદી-નાળામાં ધોડાપુર આવતા કાંઠા વિસ્તારના ગામો સંપર્કવિહોણા બન્યા * બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લોથી અનેક ગામો એલર્ટ કરાયા
આજ રોજ તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ
રાજપીપળા-વડોદરા સ્ટેટ હાઇવે પર જેસલપુર ગરનાળા ઉપરનો રોડ બેસી જતાં માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામ કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરી રસ્તા પરના પાણીનો નિકાલ કરાયોઃ નાંદોદના ધારાસભ્ય તથા પ્રભારી સચિવ એ સ્થળ મુલાકાત કરી