કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Share toભરૂચ – શનિવાર – આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુરવઠાને લગતા પ્રશ્નોનું નિરાકરણ થાય, સમયસર તમામ અનાજનો જથ્થાની ફાળવણી અને વહેંચણી થાય તે માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં, જિલ્લા પુરવઠા અધિકારી સુ.શ્રી. નૈતિકા પટેલ, દિન દયાલ ગ્રાહક ભંડારના જિલ્લા પ્રમુખશ્રી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તોલમાપ વિભાગ, ગોડાઉન સપ્લાયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to