મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન થકી નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાઈ રહેલી સમજ

Share to


—-
આગામી ૨૯ મી ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી જિલ્લાના તમામ તાલુકા-ગામોમાં જઈને વાન થકી જાગૃતિ અભિયાન ચાલશે
—-
રાજપીપલા, શનિવાર :- આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે. તેવી જ રીતે નર્મદા જિલ્લાને પણ એક વાન મળી છે. આ વાનને જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે ફ્લેગ ઓફ કરાયા બાદ આજે ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં ડેમોન્સ્ટ્રેશનની કરવામાં આવી રહ્યું છે. નાગરિકો દ્વારા પણ આ વાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

આ અભિયાનની સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરી સંકુલ, તાલુકા મામલતદારશ્રીની કચેરી તેમજ ગ્રામ પંચાયતોમાં જઈને પણ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની જાણકારી ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ દ્વારા આપવામાં આવી રહી છે.


Share to