ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે સંરક્ષણ ક્ષેત્રની પ્રગતિનો પરિચય આપીને નવયુવાનોને જાગૃત કર્યા:જિલ્લા કલેરટરશ્રી તુષાર સુમેરા

Share to

સૂર્યકિરણ એર શો:ભવ્ય ભરૂચની વિરાટ ઉડાન

એરક્રાફ્ટ એરોબેટિક ટીમે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે હવાઈ કરતબ બતાવીને ગગન ગજવ્યું

એરોબેટિક એરક્રાફ્ટ ટીમના અવકાશી કરતબોના દિલધડક દ્રશ્યોએ ભવ્ય ભરૂચીઓને મંત્રમુગ્ધ કર્યા

સૂર્યકિરણ એર શોને અદભુત પ્રતિસાદ આપતા ભરૂચવાસીઓ

ભરૂચ:શુક્રવાર: જિલ્લા વહીવટી તંત્ર,ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (બી.ડી.એમ.એ) અને‌ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (બી.સી.સી)ના સંયુક્ત ઉપક્રમે આજે રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ – દહેજ રોડ અને દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે, દહેગામ, ભરૂચના મુંબઈ – દિલ્હી હાઇવે જંક્શન પર યોજાયો હતો.

આ વેળાએ ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. એરક્રાફ્ટ એરોબેટિક ટીમે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે હવાઈ કરતબ બતાવીને ગગન ગજવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, ભરૂચના નાગરિકોએ આ સૂર્ય કિરણ એર શોને ખૂબ દિલથી માણ્યો છે.ભારતીય વાયુ સેનાએ નવયુવાનોને સંરક્ષણ ક્ષેત્રની પ્રગતિનો પરિચય આપીને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે. તે બદલ ટીમનો આભાર જિલ્લા કલેકટરશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

આજે ભારતીય વાયુ સેનાની ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર-શોનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં એરક્રાફ્ટ એરોબેટિક ટીમે પુણ્ય સલીલા મા નર્મદા તથા આલ્ફાબેટીકના વિવિધ આકાર તથા ડી એન એ રેપલિકાના દ્વશ્યો ગગનમાં બનાવીને ભરૂચવાસીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા,ધારાસભ્ય સર્વે શ્રી અરૂણસિંહ રણા,શ્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા વહીવટી તંત્રનો અધિકારીશ્રીઓ,કર્મચારીઓ, તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (બી.ડી.એમ.એ) અધિકારીશ્રીઓ અને‌ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ(બી.સી.સી)ના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Share to