November 27, 2024

ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતીની બેઠક યોજાઇ

Share to



જનપ્રતિનિધિઓ ધ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે જિલ્લા કલેકટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવા કરી તાકિદ

ભરૂચ- શનિવાર – ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક આજ રોજ જિલ્લા આયોજન કચેરી- ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ ધ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો સમયસર ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નો, ગૌચર જમીન પરના દબાણ ,હાઇવે પરના દબાણો ,પીવાના પાણી સફાઈ તેમજ રોડ રસ્તાના સમારકામ અંગેના પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું.

બેઠકમાં પદાધિકારીશ્રીઓ ધ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા,ધારાસભ્ય સર્વે શ્રી અરૂણસિંહ રણા,શ્રી રમેશભાઈ મિસ્ત્રી,શ્રી ડી કે સ્વામી,શ્રી રિતેશભાઈ વસાવા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ,મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed