૨૨મી એ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ને લઈને.નેત્રંગ નગર મા ચાલતી તડામાર તૈયારીઓ રાજમાર્ગ પર ઠેરઠેર કેસરી પતાકાઓ લાગી, ધરેધરે રામનામની ધજાઓ ફરકી રહી છે.

Share to


૨૨મી તારીખે રામજી મંદિર ખાતે બપોરે ૧૨ કલાકે મહા આરતી બાદ મહાપ્રસાદી.
૨ કલાકે ભવ્ય શોભાયાત્રા.

નેત્રંગ. તા.૧૯-૦૧-૨૪.

૨૨મી ના રોજ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ને લઇ ને દેશ તેમજ રાજયમા ઉત્સવ ની ભવ્ય ઉજવણીને લઈ ને શહેરોથી લઈ ને ગ્રામ્ય વિસ્તારોમા છેલ્લા પંદર દિવસ થી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે નેત્રંગ પંખડ ના વિશ્ર્વ હિન્દુ પરિષદ તેમજ સંધના કાર્યકરો ગામેગામ ફરી અક્ષત કળશ યાત્રા ફેરવી ધરે ધરે આમંત્રણ આપી રામમંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવાનુ અહવાન કરવામા આવ્યુ છે.

ત્યારે નેત્રંગ નગર ના રામભકતો થકી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નગરના યુવકો દ્રારા રાજમાર્ગ ઠેરઠેર કેસરી પતાકાઓથી સજાવવામા આવી રહ્યા છે. ધરે ધરે રામમંદિર સહિત રામજીના ચિત્ર વાળી ધજાઓ લહેરાઇ રહી છે.

તા.૨૨ મી ના રોજ નગરના જીનબજાર વિસ્તારમા આવેલ રામજી મંદિર ( ટેકરા વાળા મંદિર ) ખાતે બપોરના ૧૨ કલાકે મહા આરતી થશે ત્યાર બાદ મહાપ્રસાદ બાદ બપોરના ૨ કલાકે ભવ્ય શોભા યાત્રા નિકળશે જે ગાંધીબજાર ખાતે આવી પહોંચશે જયા શ્રી માંઈ મંડળ તેમજ જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ થકી ભવ્ય સ્વાગત થશે. યાત્રા જલારામ મંદિર થઈ જવાહરબજાર ખાતે પહોંચશે જયા નવદુગાઁ યુવક મંડળ જવાહરબજાર થકી ભવ્ય સ્વાગત થશે યાત્રા ચાર રસ્તા, શાંતિનગર, લાલમંટોડી, થઈ જીનબજાર ખાતે આવી પહોંચશે જયા જીનબજાર યુવક મંડળ થકી ભવ્ય સ્વાગત થશે ત્યાર બાદ યાત્રા રામજી મંદિરે પરત આવશે.
આ ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ ને નેત્રંગ નગર વિશ્ર્વ હિન્દુ પરિષદ તેમજ સંધ થકી જાહેર આમંત્રણ પાઠવેલ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to