જૂનાગઢનું ભેસાણ સહેર 15 થી 20 હજારની વસ્તી ધરાવે છે જેમાં શહેરની વચ્ચો વચ બિલકુલ ઉબેણ નદી આવેલી છે એક તરફ આંબાવાડી અને જીન પ્લોટ નો એરીયો આવેલો છે તો બીજી તરફ ભુતનાથ મહાદેવ મંદિર એટલે આખું ગામનો એરીયો આવેલો છે જેમાં આ બંને એરિયાને જોડતો નદી ઉપરનો રસ્તો લોકો માટે ખૂબ જ મહત્વનો હોય ત્યારે ચોમાસા દરમિયાન તો લગભગ ત્રણ મહિના સુધી નદીમાં પૂર આવવાના કારણે આ રસ્તો બંધ પણ પડી જતો હતો શહેરના બંને એરિયાને જોડતો અવરજવર માટે ખૂબ જ મહત્વનો રોડ છે હાલમાં આ નદી ઉપર બેઠો પુલ છે અને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ની ગ્રાન્ટ માંથી આ મોટો પુલ બનાવવા માટે 45 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા આજે ધારાસભ્ય દ્વારા પુલનું ખાતમુરત કરીને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે લોકોને અવરજવર માટે કાયમી માટે પ્રશ્ન હલ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ ખાતમુરતમાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા યાર્ડના ચેરમેન નટુભાઈ રામજીભાઈ ભેસાણીયા અનુભાઈ ગુજરાતી પ્રવીણભાઈ વાઘેલા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
