પ્રાચી મિનરલ વોટરના માલીકે કુપ ગામે ફાંસી લગાવી જીવન ટુંકાવી

Share to* નેત્રંગના કુપ ગામે બનેલ ઘટના

* પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી

તા.01/01/24 નેત્રંગ.

નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં રહેતા મિતેશભાઈ રમેશભાઈ પટેલ (ઉ.૪૭) નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ કુપ ગામે પ્રાચી મિનરલ વોટરનો વ્યવસાય કરતાં હતા.ગતરોજ સંધ્યાકાળના સમયે કોઈ અગમ્યા કારણોસર કુપ ગામે જ ફાંસી લગાવી મરણ જતાં હાહાકાર મચી જવા પામ્યો હતો.બનાવની જાણ પરીવારને સભ્યોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવી મિતેશભાઈ પટેલનો મૃતદેહ જોતા પરીવારના સભ્યોની પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી.મૃતક મિતેશભાઈ પટેલની અંતિમ યાત્રામાં મોટીસંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed