કોચબાર ગામે બે મોટરસાયકલ સામસામે પોલીસ કોન્સ્ટેબલનું કરૂણ મોત

Share to

  • રાજપીપલા ACB વિભાગમાંથી ફરજ ઉપરથી ઘરે પરત ફરવા દરમ્યાન બનેલ ઘટના
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી

તા.૦૧-૧૨-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ તાલુકાના રાજવાડી ગામના દેવળ ફળીયામાં રહેતા અવિનાશ બુધીયા વસાવા રાજપીપલા ACB પો.સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે બજાવતા હતા.રાજપીપલાથી પોતાનુ બુલેટ નંબર જીજે-૨૨-આર ૩૩૯૯ લઇને પોતાના ઘરે રાજવાડી આવી રહ્યા હતા.જે દરમ્યાન સાંજના સંધ્યાકાળના સમયે કોચબાર ગામથી કાંટીપાડા ગામ તરફ આવતા વળાંક ઉપર નેત્રંગના કાંટીપાડા ગામના ઝરણા-ફોરેસ્ટ ફળીયા ખાતે રહેતો ભાવેશ ભીમા વસાવા સ્પ્લેન્ડર મોટરસાયકલ જેનો નંબર જીજે-૧૬-ડીક્યુ-૦૫૭૧ લઇને ગફલતભરી રીતે હંકારી લાવી બંને મોટરસાયકલ સામસામે ભટકાતા અવિનાશ વસાવાને માથા-શરીરના ભાગે ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.જ્યાલે ભાવેશ વસાવાને ગંભીર ઇજાના પગલે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અથઁ ખસેડવામાં આવ્યો હતો.નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed