September 3, 2024

વાલીયા તાલુકાના કોંઢ ગામે કુંભાર ફ્ળીયામાંથી આંક ફરકનો જુગાર રમતી મહિલા સહીત બે આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડી

Share to

DNSNEWS 25-12-23
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડ એલ.સી.બી.ભરૂચનાઓના
માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ
બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન તારીખ 24-12-23 ના રોજ
આર.કે.ટોરાણી પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચની ટીમ વાલીયા પો.સ્ટે. વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારેકોંઢ ગામે કુંભાર ફળીયામાંથી ઘરની બહાર
ખુલ્લી જગ્યામાં જ્યોતિબહેન ભુપતભાઈ વસાવા આંક ફરકના જુગાર રમાડે છે જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફળ રેઇડ કરી અંગ ઝડતીના રોકડા કુલ કિં.રૂ. ૧૨,૦૭૦/-
ના મુદ્દામાલ સાથે મહીલા સહિત બે આરોપીને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો..પકડાયેલ આરોપી-
(૧) જ્યોતિબહેન ભુપતભાઈ વસાવા ઉ.વ ૩૪ રહે કોંઢ કુભાર ફળીયુ તા વાલીયા જી. ભરૂચ
(૨) સઈદ ઈસ્માઈલ બદાટ ઉ.વ ૫૬ રહે કોંઢ કુભાર ફળીયુ તા વાલીયા જી. ભરૂચ
કબ્જે કરેલ મુદામાલ-
(૧) રોકડા રૂપીયા ૧૨,૦૭૦ /-
(૨) જુગાર રમવાના સાધનો (કાચા પુઠ્ઠાનો ચોપડો -૧, બોલપેન-૧, હિસાબ લખેલ- ૨ પાના) કિ.રૂ.૦૦-
00/-
કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૨,૦૭૦/-


Share to

You may have missed