ઝગડીયા તાલુકાના ફૂલવાડી ગામે બે કોમ વચ્ચે મારામારી…

Share to

25-12-23 દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઘરમાં ઘસી જઈ લોકો ને માર મારવાનો વિડિઓ પણ સોશ્યિલ મીડિયા માં વાયરલ…

DNS NEWS

ભરૂચ જિલ્લા ના ફૂલવાડી ગામ ખાતે અગાઉ ની અદાવત રાખી એક કોમે અન્ય કોમ વચ્ચે મારામારી થતા અનેક લોકો ઇજા ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે જેમાં ફૂલવાડી ગામ ના આદિવાસી સમાજ અને પટેલ સમાજ વચ્ચે કોઈક અગાઉ ની રીશ રાખી મામલો ઉગ્ર બનતા ઘર ની અંદર ઘશી આવી એક કોમે અન્ય સમાજ ના લોકો ને માર મારવાનો વિડિઓ પણ સોશ્યિલ મીડિયા માં વાયરલ થતા ઝગડીયા ના ફુલવાડી ગામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે…

આદિવાસી સમાજ ના મહિલાઓ સહિત બાળકો ને પટેલ સમાજ ના લોકો એ ઘરમાં ઘસી આવી માર મારવામાં આવ્યો હોવાનું ત્યા ના રહીશો નું કેહવું છે ઈજાગ્રસ્તો ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે સોશ્યિલ મીડિયા માં આ મામલા ને લઈ આદિવાસી સંગઠનો તથા લોકો માં આ બાબતે ઉગ્ર રજુઆત કરવા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તો સોશ્યિલ મીડિયા માં એક ઘર માં કેટલાક લોકો ઘસી આવી કેટલાક લોકો ને માર મારવાનો વિડિઓ પણ વાયરલ થતા આદિવાસીઓ ઉપર અત્યાચાર થયા હોવાના મસેજ પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે ઝગડીયા પોલીસ ને આદિવાસી આગેવાનો દ્વારા રજુઆત કરતા પોલીસ પ્રસાશન દ્વારા આ મામલા ને ગંભીરતા થી લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે

#DNSNEWS REPORT


Share to

You may have missed