નેત્રંગ વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત બીજીવાર ધારાશાસ્ત્રી પ્રવીણ પી. પરમારની વરણી કરવામાં આવી

Share toબાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજરોજ સમગ્ર ગુજરાતના વકીલ મંડળની ચૂંટણી યોજવા હુકમ કરવામાં આવ્યો હતો.જેને આધારે ભરુચ જિલ્લામાં પણ વકીલ મંડળની ચૂંટણી યોજાઇ હતી જ્યારે નેત્રંગ તાલુકા વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે પ્રમુખ તરીકે ધારાશાસ્ત્રી પ્રવીણભાઈ પી. પરમાર તેમજ ઉપપ્રમુખ તરીકે ધારાશાસ્ત્રી સ્નેહલભાઈ એન.પટેલ અને સેક્રેટરી તરીકે ધારાશાસ્ત્રી સંદીપ જી.પાદરિયાનાઓની વરણી કરવામાં આવી હતી.વરણી પામેલ પ્રમુખ-ઉપ પ્રમુખ તેમજ સેક્રેટરીને વકીલોએ વધાવી લીધા હતા અને ફૂલહાર કર્યો હતો.તો ચૂંટાયેલા પ્રમુખ-ઉપ પ્રમુખ તેમજ સેક્રેટરીએ તમામ વકીલો સાથે મળી એક બીજાનાં સહકારની ભાવનાથી વકીલોનાં હિતોની રક્ષા માટે તેમજ વકીલોનાં કલ્યાણ માટે કાર્ય કરવાની ખાતરી આપી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to