November 20, 2024

જૂનાગઢ ના વિસાવદરની સરકારી હાઈસ્કૂલ ખાતે લાયન્સ કલબ તેમજ કવેસ્ટ અલાયન્સ દ્વારા કેરીયર દિવસ ઉજવિને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું

Share to





જૂનાગઢ વિસાવદર : તાજેતરમાં સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે કવેસ્ટ અલાયન્સ તેમજ લાયન્સ કલબ વિસાવદર ના સયુંકત ઉપક્રમે કેરીયર દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. જે અંતર્ગત સ્કૂલ ના ધોરણ 10 તેમજ 12 ના વિદ્યાર્થીઓ સૌ પ્રથમ કવેસ્ટ અલાયન્સ માંથી ખાસ ઉપસ્થિત પ્રોગ્રામ એસોસિયેટ કૌશિકભાઈ મકવાણા દ્વારા જુદા જુદા ક્ષેત્રે કેરીયર ની પસંદગી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.બાદમા વર્તમાન ટેકનોલોજી ના સમયની સાથે કેવી રીતે કેરીયર પંસદ કરવું વિગેરે માહિતી આપવામાં આવેલ. બાદમાં સ્માર્ટ ટી. વી પર કેરીયર પસંદગી ના જુદા જુદા વિભાગો વાઈઝ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ ને બતાવવામાં આવેલ. તેમજ સાથે વિદ્યાર્થીઓને પોતાની પસંદગી મુજબ ગૃપમાં કાર્ડ સીટ ઉપર કેરિયર ચાર્ટ બનાવેલ જેનું વિદ્યાર્થીઓ દ્વારા ગૃપ વાઈઝ પ્રેઝન્ટેશન કરવામાં આવેલ. આમ ખરા અર્થમા કેરીયર માર્ગદર્શન દિવસ ની ઉજવણી ને સાર્થક કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા વિસાવદર લાયન્સ કલબ ના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ, સ્કૂલ પ્રિન્સિપાલ વી. ડી. સાગર તેમજ સ્ટાફગણ સહિતના ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવ્યું હતું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed