ચૈતર વસાવાનો જેલવાસ લંબાશે, દેડિયાપાડા કોર્ટે જામીન અરજી ફગાવી,

Share to




• વનકર્મીઓને ધમકાવવાના કેસમાં ધારાસભ્યની મુશ્કેલીઓ વધી

દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધતી જણાય છે. સ્થાનિક કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં ધારાસભ્યનો જેલવાસ લંબાયો છે. બે દિવસ પહેલાં ધારાસભ્યના વધુ રીમાન્ડ નામંજૂર કરી કોર્ટે તેમને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. સ્થાનિક કોર્ટના સામે હવે બચાવ પક્ષ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિક કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી સોમવારના રોજ હાથ ધરવામાં આવી હતી.

બંને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. હાલ ધારાસભ્ય જયુડિશિયલ કસ્ટડીમાં હોવાથી તેમનો જેલવાસ હજી લંબાશે. વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવવાના કેસમાં હાલ ધારાસભ્ય અને તેમના પત્ની સહિત 7 આરોપી સબજેલમાં છે. અગાઉ 3 દિવસના રીમાન્ડ દરમિયાન પોલીસ 30 હજાર રૂપિયા રોકડા રીકવર કરી શકી છે જયારે હથિયાર હજી મળ્યું નથી. નથી. દેડિયાપાડા કોર્ટના હૂકમ સામે હવે બચાવ પક્ષ રાજપીપળાની સેશન્સ કોર્ટમાં અરજી કરશે. ઉલ્લેખનીય છે કે, સેશન્સ અને હાઇકોર્ટ અગાઉ અરજી ફગાવી ચૂકી છે.


Share to