નેત્રંગ વાલિયા સહિત ઝગડીયા તાલુકામાં ગેરકાયદેસર વરલી મટકા આંકડા જુગાર ચલવતા લોકો ઉપર અમુક પોલીસ બીટ જામદારોની હપ્તાખોરીની લોકબૂમો

Share to

ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર વરલી મટકા ચલવતા લોકો દ્વારા બીટ જામદારો મોટી ઉઘરાણી થી ચાંદી થતી હોવાની લોકચર્ચા..

ગેરકાયદેસર ધન્ધા ચલાવનારા ઉપર અમુક પોલીસ કર્મચારીઓની રહેમદિલી કે પછી ઉપર ની કમાઈ નો રસ્તો..?

ઝગડીયા નેત્રંગ વાલિયા સહિત ના તાલુકામાં વરલી મટકા જુગાર ના ધન્ધા બેરોકટોક ચાલતા હોવાની લોક બૂમો ઉઠવા પામી છે જેમાં વધુ ફરિયાદો તો વરલી મટકા રમાડતા જુગારીઓ નિજ હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં પોલિસ ના કેટલાક બીટ જમાદારો ઉપર જ હપ્તાખોરી સહિત તેઓ ઉપર કેશ બનાવવા સહિત ની ફરિયાદો ઉઠવા પામી છે જેમાં નેત્રંગ વાલિયા અને ઝગડીયા તાલુકાના કેટલાક પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા અમુક બીટ જમાદારો નો જાણે મોઢું મોટુ હોઈ તેમ હજારો રૂપીયા ના હપ્તા લેતા પણ આંકડા જુગાર ના ધંધા કરતા લોકો ઉપર આવરનવાર કેશો પણ કરવાનું દબાણ કેટલાક પોલીસ કર્મચારીઓ કરતા હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે

ત્યારે ગુનાહિત કામ કરતા આંકડા રમાડનારાઓથી પણ “””ના કહેવાય ના સેહવાય જેવી પરિસ્થિતિ””” મા હોઈ ત્યારે પોલીસ ની છાપ કાળી કરનાર અમુક પોલીસ ના કર્મચારીઓ પણ બે નબરીઓ અને આંકડા જુગાર ના ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓ વચ્ચે પણ કેવા કેવા ખેલ ચાલી રહ્યા છે તેવી વિગત પ્રાપ્ત થઈ રહી છે જેમાં ઓળખ છુપી રાખવા જણાવતા એક આંક ફરક “”આંકડા ના ધન્ધા સાથે સાંકડાયેલ એક ખેલી એ જણવ્યું હતું કે કેટલાક બીટ જમાદારો અમારા પાસેથી મહિના ના હપ્તા બાંધ્યા છે તેમ છતાં અમોને હેરાન કરે છે તેમજ અમારા પાસેથી પઇસા જુઠવી જતા રહે છે તેમજ અન્ય ગામ મા અન્ય આંકડા ના જુગાર રમાડતા લોકો વધુ હપ્તો આપે છે તેટલોજ હપ્તો આપવો પડશે જો હપ્તો ઓછો આપે તો કેશ સહિત રૂપીયા મોબાઈલ પણ તેઓ પાસે થી પડાવી ધમકીઓ આપતા હોવાની વાત કરી હતી ત્યારે આ વિગત સામે આવતા પોલીસ ઉપર ભ્રષ્ટ, ગુનાહિત કામ કરનાર તેમજ ગેરકાયદેસર કામ કરનાર ઉપર કાયદાઓનું પાલન તથા જનતાના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી સોપાયેલી હોય છે. પોલીસની કામગીરીમાં દારૂબંધી ઉપરાંત અન્ય ગેરકાયદેસરનાં કૃત્યો કરનાર ગુનેગારોને પકડવાની જવાબદારી હોઈ છે ત્યારે જો અમુક પોલીસના કર્મચારીઓ જ જો ગેરકાયદેસર કામોમા ભાગીદાર બને અને ચલાવવા માટે હપ્તાખોરી કરશે તો પછી કાયદો વ્યવસ્થા કોણ સંભાળશે તે એક પ્રશ્ન ઉભો થયો છે..તો બીજી તરફ ઈમાનદારી થી પોતાનું કામ કરતા પોલીસ જવાનો ઉપર પણ અન્ય એ કરેલ કૃત્ય થી છાંટા ઉડે છે ત્યારે જો પોલીસ ઉપર જ ગેરકાનૂની કામ ને પ્રોત્સાહન આપી ખિસ્સા ભરવાના સવાલો ઉભા થશે તો આવા ગેરકાનૂની કામ કરનારા લોકો સામે ન્યાયયિક તપાસ કરશે કોણ..?

#DNSNEWS REPORT


Share to