DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગના કેલ્વીકુવા ગામે પોલીસે રેડ કરી કુલ્લે રૂપિયા ૫૮૩૫૦/= નો દારૂ જપ્ત. બે બુટલેગર ફરાર, મહિલા બુટલેગર ઝડપાઇ.

Share to

નેત્રંગ. તા.૨૪-૧૦-૨૪.

નેત્રંગ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પોહીબીશન/જુગારની રેડમા નિકળેલ હતા, તે સમય દરમિયાન બાતમીદાર થી બાતમી મળી હતી, કે કેેલ્વીકુવા ગામે નવીવસાહત વિસ્તારમા રહેતો શૈલેષ જેસીંગ વસાવા, રાજેશ કાલીદાસ વસાવા તેમજ રમીલા દલસુખ ઉર્ફે ગોટીયો વસાવા ઇગલીંશ દારૂનુ વેચાણ કરે છે, જે બાતમીના આધારે રેડ કરાતા શૈલેષ વસાવાના ધરે રેડ કરાતા સંતાડેલ વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન મળી કુલ્લે ૨૧૩ બોટલ જેની કિંમત રૂપિયા ૨૯,૫૫૦/=
રાજેશ વસાવાને ત્યા રેડ કરાતા રહેણાંક ધરની બાજુમા આવેલ અડાળીમા ઘાસચારામા સંતાડેલ વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ જેની કિંમત ૧૪,૪૦૦/= જ્યારે રમીલા દલસુખ ઉફે ગોટીયાની ત્યા રેડ કરાતા બાજુમા આવેલ ખુલ્લા ધરની પાછળ થી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ જેની કિંમત રૂપિયા ૧૪ ૪૦૦/= મળી કુલ્લે વિદેશી દારૂ તેમજ બિયર ટીન ૪૦૫ નંગ કિંમત રૂપિયા ૫૮,૩૫૦/= રેડ દરમિયાન મહિલા બુટલેગર રમીલા વસાવાને ઝડપી લીધી હતી, જ્યારે શૈલેષ જેસીંગ વસાવા , રાજેશ કાલીદાસ વસાવા બંન્ને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed