DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

* નેત્રંગ તાલુકાક્ષાનો હેલ્થ મેળો સાંસદના અધ્યક્ષસ્થાને યોજાયો

Share to

* સામુહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તાર માટે આશિવૉદરૂપ :- સાંસદ

* આયુષ્માન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરાયું

તા.૨૪-૧૦-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને હેલ્થ મેળાનું આયોજન કરાયું હતું.જેમાં નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાંથી લાભાર્થીઓને રોગો વિશે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા.ભરૂચ સિવિલમાંથી તજજ્ઞ ડોકટરની ટીમ દ્વારા યોગ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી.વિવિધ લાભાર્થીઓને ભારત આયુષ્માન કાર્ડ અને કિટનું વિતરણ કરાયું હતું.

જેમાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ નેત્રંગ તાલુકા મથકે કાયઁરત સામુહિક આરોગ્ય કેન્દ્ર આદિવાસી વિસ્તાર માટે આશિવૉદરૂપ છે.નિષ્ણાત ડૉક્ટર મારફતે દર્દીઓને સારવાર અપાઇ છે.આરોગ્ય વિભાગે હેલ્થ મેળાનું સુંદર આયોજન કયુઁ છે.રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓ સાથે મળીને કામ કરીશું તો જ નેત્રંગને મોડેલ તાલુકો બનશે તેવું જણાવ્યું હતું.જે દરમ્યાન ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારી જે.એસ ધુલેરા,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા જવાબદાર પદાધિકારી-અધિકારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed