રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થઈ તેમની પાર્ટી દ્વારા ૨૭ જેટલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા,પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ 04-12-23ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચારરસ્તા ઉપર ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા ના પુત્ર અને ભારતીય આદિવાસી પાર્ટીના (બીએપી) મહા સચિવ દિલીપભાઈ વસાવા તેઓ દ્વારા પાર્ટી બનાવી રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં રાજસ્થાનમાં ત્રણ ઉમેદવાર વિજેતા થયા હતા તેમજ મધ્યપ્રદેશમાં એક ઉમેદવારનો વિજય થયો હતો, જેની જીતની ખુશીમાં આજરોજ દિલીપભાઈ વસાવા રાજપારડી ચારરસ્તા ખાતે આવી પહોંચતા તેઓનું ફટાકડા ફોડી કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, દિલીપભાઈ વસાવા દ્વારા રાજપારડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેઓના સમર્થકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ દિલીપ વસાવા જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થઈ તેમની પાર્ટી દ્વારા ૨૭ જેટલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, જેમાં રાજસ્થાનમાં ત્રણ ઉમેદવારો પૂર્ણ બહુમતીથી વિજય થયા હતા અને મધ્યપ્રદેશમાં એક ઉમેદવાર ૭૦ હજાર થી વધુ મતોથી વિજેતા થયો હતો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી જંગમાં ભારતીય આદિવાસી પાર્ટીના ૨૭ જેટલા ઉમેદવારો પૈકી ૧૨ થી ૧૫ ઉમેદવારો ને ૫૦ હજાર થી વધુ મતો મળ્યા છે, તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના નવયુવાનો રાજકારણમાં આગળ આવે અને આદિવાસી સમાજને ન્યાય અપાવે અને સમાજનું ઉત્થાન થાય, આદિવાસી સમાજના અધિકારો અને હકો બાબતે લોકોમાં જાગૃતિ લાવે તેમ તેમણે જણાવ્યું હતું.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.