નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે લોન ચાલતી હોય બે નાના ભાઈઓને હાલ લગ્નની ના પાડતા મોટા ભાઈને કુહાડી અને પરાઈથી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે.

Share toનેત્રંગના સણકોઈ ગામે રહેતા ધર્મિષ્ઠાબેને તેમના 32 વર્ષીય પતિ પરેશ વસાવાની હત્યા સગા બંને દિયરો રવિન્દ્ર અને વજેન્દ્રએ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

નેત્રંગમાં મૃતક પરેશભાઈ 4 વર્ષથી પ્રિન્સ હેર સલૂન ચલાવતા હતા. જેઓના બે અપરણિત ભાઈઓ અને બહેન પણ અગાઉ તેમની સાથે જ રહેતા હતા. જ્યારે માતા-પિતા ગામમાં ખેતરમાં ઘર બનાવી ખેતી કરતા હતા.વેકેશનમાં સુરતથી હીરા ઘસતા બંને દિયર રવિન્દ્ર અને વિજેન્દ્ર ગામ આવ્યા હતા. તેઓએ મોટા ભાઈ સમક્ષ તેઓના લગ્ન કરાવવાની વાત કરી હતી. પરેશભાઈએ ગામમાં 3 ગાળાનું ઘર બનાવવા લીધેલ લોન પુરી થયા બાદ લગ્ન વિશે વિચારવા કહ્યું હતું જેમાં 15 દિવસ પેહલા લગ્નની ના પાડતા રવિન્દ્રએ મોટા ભાઈ પરેશનું ગળું પણ દબાવી દીધું હતું. જે બાદ બે દિવસ પેહલા દુકાનેથી આવી ખેતરમાં કપાસ અને તુવેર કપાવવા પરેશભાઈ ખેતરે ગયા હતા.જેઓ મોડી રાત થવા છતાં પરત નહિ ફરવા સાથે મોબાઈલ પણ બંધ આવતો હોય પત્ની ધર્મિષ્ઠાબેન નજીક રહેતા મોટા સસરા અને તેમના દીકરાને લઈ ખેતરે પોહચી હતી.જ્યાં બનાવેલી ઓરડીમાં પતિ ઊંધા માથે લોહીથી લથબથ હાલતમાં મૃત પડેલા હતા. તેઓની પાસે જ પરાઈ અને કુહાડી પડી હતી. નજીકમાં ખેતરમાં સંતાયેલા સાસુ સસરા મળી આવ્યા હતા. જેઓએ વહુને જણાવ્યું હતું કે, બે ભાઈઓએ લગ્ન બાબતે પરેશ જોડે ઝઘડો કરતા તેઓ ગભરાઈને સંતાઈ ગયા હતા. પત્નીએ પોતાના પતિની હત્યા બંને દિયરોએ કરી હોવાની ફરિયાદ નોંધવત્તા પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed