*મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ-૨૦૨૪

Share to


*ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ખાસ ઝુંબેશના દીવસમાં ૧૮ અને ૧૯ વર્ષના અંદાજિત ૩૮૯૯ જેટલા નવા મતદાતાઓએ નોંધણી કરાવી*
****
*ખાસ ઝુંબેશના દિવસે પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા માટે અપીલ કરતા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર શ્રી તુષાર સુમેરા*
***
ભરૂચ- સોમવાર- આગામી લોકસભાની ચૂંટણીમાં મતાધિકાર પ્રાપ્ત કરવા મતદારયાદીમાં નામ નોંધાવવા તા ૦૩ અને ૧૦ ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝુંબેશ યોજવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ખાસ ઝુંબેશ તરીકે ગત રવિવારના રોજ ૧૮ વર્ષ અને ૧૯ વર્ષના અંદાજિત ૩૮૯૯ જેટલા નવા મતદાતાઓએ નોંધણી કરાવી હતી. આ ૩૧૪૧ જેટલા નવા મતદાતા આગામી લોકસભાની ચુંટણીપર્વમાં પ્રથમવાર પોતાની પવિત્ર ફરજ નિભાવશે.
લોકસભાની ચૂંટણીમાં મતાધિકાર પ્રાપ્ત કરવા મતદારયાદીમાં નામ નોંધાવવાની તકને ઝડપી આવનારી ૧૦ ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝુંબેશ યોજવામાં આવી રહી છે. જેમાં મતદાન મથક પર જ સવારે ૧૦.૦૦ કલાક થી સાંજ ૫:૦૦ કલાક સુધી મતદારયાદીમાં નામ નોંધાવવા ફોર્મ ભરી શકાશે. તેમજ નામ, સરનામું કે અન્ય વિગત બદલવા માટેનું પણ ફોર્મ ભરી શકાશે. આ ખાસ ઝુંબેશના દિવસે પાત્રતા ધરાવતા નાગરિકોને જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ મતદારયાદીમાં નામ નોંધાવવા માટે અપીલ કરી હતી.


Share to