November 21, 2024

હરીપુરા ખાતે આવેલ સસ્તા અનાજ ની દુકાન સંચાલક હાજર ના રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા -02/12/2023ઝઘડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં ગાંધીનગર ની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે જેમાં હરીપુરા ખાતે આવેલ સસ્તા અનાજ ની દુકાન સંચાલક હાજર ના રહેતા તેની દુકાન ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નિયામક અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર ની ટિમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…ઝગડીયા તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોમાં ઘણા કેટલા સમયથી ગરીબો ને આપવામાં આવતું સસ્તું અનાજ ઓછું તેમજ અનાજ ટાઈમ સર અને હાથ ના નિશાન બાબતે ફરિયાદો ઉઠવા પામી હતી જે બાબતે અગાઉ DNS NEWS દ્વારા પણ સમાચાર પ્રસિદ્ધ કરવામા આવ્યા હતા … ત્યારે તારીખ 01-12-2023 ના રોજ ઝગડીયા તાલુકાના હરીપુરા ઘી ભંડારેશ્વર સહકારી મંડળી નામની સસ્તા અનાજ ની દુકાનમા ગાંધીનગર ની ટિમ અને મામલતદાર ના સંયુક્ત તપાસ ની ટિમ આવી પોંહચતા સસ્તા અનાજ ની દુકાનધારક દ્વારા મામલતદાર વિભાગ ની રજા વિના દુકાન બંધ હાલત મા જોવા મળતા અધિકારીઓ દ્વારા દુકાન ને સીલ કરી દુકાનધારાક ને યોગ્ય કારણ આપવા જણાવ્યું હતું…અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દુકાનદારો સસ્તા અનાજ ની દુકાનો બંધ રાખે છે સમયસર ખોલતા નથી તેમ જ ગરીબો ને મળતું સસ્તું અનાજ સંગે વગે કરી દેતા હોઈ છે અથવા સર્વર ડાઉન હોવાનું જણાવી અનાજ ચાઉં કરી જતા હોઈ છે ત્યારે DNSNEWS સમાચાર પ્રસારિત કરેલ છે જેમાં અગાઉ પણ લીમોદ્રા ગામે આવેલ સસ્તા અનાજ ની દુકાન માં પણ ગોબાચારી આંચરી અને લાભાર્થીઓ નું અનાજ સંગે વગે થઈ જતા લીમોદ્રા ના સરપંચ દ્વારા ફરિયાદ ફરિયાદ કરી હતી પરંતું આ બાબતે પણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સસ્તા અનાજ ના વિકરેતા ઉપર કોઈ પણ જાત ની કાર્યવાહી કરવામાં આવી ના હતી ત્યારે ગાંધીનગર ની ટિમ દ્વારા કડક હાથે તાલુકાના સસ્તા અનાજ ના દુકાન્ધારકો ઉપર કર્યવાહી હાથ ધરાતા અન્ય સરકારી અનાજ ના દુકાન ધારકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે…


Share to

You may have missed