October 18, 2024

માંગરોળ તાલુકાના મોસાલી ગામે પોલીસ આવાસ સહીત અન્ય જગ્યા ઓપર ગંદકીનું સામ્રાજ્ય…….

Share to






મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ મોસાલી ગામે તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી હોય ત્યારે ગ્રામ પંચાયત મોસાલી દ્વારા ભારત ભરમાં ચાલી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની નેમ સ્વચ્છતા અભિયાન બાબત સાથે પંચાયતના કર્મચારીઓ તથા સરપંચ શ્રી ઠેકડી મારી રહ્યા હોય તેમજ સ્વચ્છતા અભિયાન બાબતે ધજાગરા ઉડાડી રહ્યા હોય તેવું જણાય આવે છે.મોસાલી ગામ પંચાયતની અંદર ગ્રામ પંચાયત કચેરી નજીકથી પસાર થતી ખાડી જે મોસાલી ગામના મુખ્ય પ્રવેશદ્વાર સુધી ગંદકીથી ખદબદે છે.મોસાલીમાં સદર કચરો અને ગંદકીના સ્થળ નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, ત્યાં પોલીસ રેસિડેન્ટ પણ આવેલા હોય તેની બાજુમાં પ્લાસ્ટૈિક અને કાગળો ત્યાં નાખી તેમજ તે સ્થળ પર ખૂબ જ ગંદકીનું પ્રમાણ ઇરાદાપૂર્વક કરી રહ્યા છે. ગ્રામ પંચાયત મોસાલી પાસે સ્વચ્છતા અભિયાન માટે કચરો વણવા માટે સાધનો પણ હોય. તેઓ ગામમાંથી રોજબરોજના કચરો પણ સાફ કરાવતા હોય પરંતુ મોસાલી ગ્રામ પંચાયતની અંદર જોતા સ્વચ્છતા અભિયાન સાથે ઠેકડી મારી રહ્યા હોવાનું સાબિત થાય છે. ગંદકીન ઉપદ્રવ વધી રહ્યો છે.ત્યારે મોસાલી ગ્રામ પંચાયતના સ્થાનિક લોકોએ આ ગંદીનો ઉપદ્રવ અને ચરણે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી ક્યારે હટાવશે એ જોવાનું રહ્યું . વધુમાં ગ્રામ પંચાયતની જવાબદારીના ફરજ પરના અધિકારીઓએ તાકીદે આ ગંદકીને દૂર કરવી જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.


Share to

You may have missed