નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામની વિદ્યા પીઠ ખાતેથી આઠ મહિના પહેલા ગુમ થયેલ પિતા-પુત્ર રાજકોટમાંથી મળી આવતા પરિવારજનો સાથે સુખદ મિલન કરાવાયું.

Share toનેત્રંગ પોલીસ મથકના ગુમ થનાર જતીન નરોત્તમ ત્રિવેદી અને તેઓના 9 વર્ષના પુત્ર અખિલેશકુમાર ત્રિવેદી ગત તારીખ-28મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1 કલાકે નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામની વિદ્યા પીઠ ખાતે કંઈક ચાલ્યા ગયા હતા જેઓને શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ. આર.આર.ગોહિલ સહિત સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન ગુમ થયેલ પિતા-પુત્ર રાજકોટ ખાતેથી મળી આવ્યા હતા જેઓને પરિવારજનો સાથે સુખદ મિલન કરાવવામાં આવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed