નેત્રંગ ચાર રસ્તા પાસે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ થાય તે પહેલા વહીવટી અને રાજકીય અવરોધ વચ્ચે નેત્રંગ ખાતે હાથ ધરવામાં આવેલ કામગીરી અટકાવવામાં આવતા આગેવાનો તંત્ર પાસે જવાબ માંગ્યો છે.

Share toનેત્રંગ તાલુકાનાં 96 ગામના આદિવાસી આગેવાનો અને કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સાથે મળી એક સમિતિ બનાવવામાં આવી છે.જે સમિતિ દ્વારા આદિવાસી સમાજના જનનાયક બિરસા મૂંડાની તારીખ-15મી નવેમ્બરના રોજ જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ચાર રસ્તા પાસે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.જેને લઈ હાલ મુર્તિ અનાવરણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ગતરોજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડા ચોક પાસે નાનું સર્કલ બનાવવા કે જેના ઉપર મુર્તિ મૂકવાનું પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પોલીસ અધિકારીઓ અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી હતી જે કામગીરી બંધ કરવામાં આવતા આજરોજ આગેવાન શેરખાન પઠાણ અને આદિવાસી સમાજને સભ્યો મામલતદાર કચેરીએ પહોંચી મુર્તિ મૂકવાના પ્લેટફોર્મની કામગીરી કેમ અને કોના ઇશારે અટકાવી તે અંગે જવાબ માંગ્યા હતા.તો બીજી તરફ મામતદારે એન.એચ.આઈના અધિકારીઓએ પત્ર દ્વારા ચાર માર્ગીય થવાનો છે અને પ્રતિમા મૂકવામાં આવનાર છે ત્યાં ઓવરબ્રિજ બનનાર છે.જે માટે કામગીરી અટકાવી હોવાનું જણાવ્યુ હતું.જ્યારે આદિવાસી સમાજના આગેવાનોએ વહીવટી અને રાજકીય અવરોધને લઈ તારીખ-15મી નવેમ્બરના રોજ જે સ્થળે મુર્તિ અનાવરણ થનાર છે ત્યાં જ અનાવરણ કરવા સાથે જો તંત્ર અવરોધ ઊભું કરશે તો જેતે કચેરીમાં બિરસા મૂંડાની પ્રતિમાનું અનાવરણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to