October 25, 2024

મહેસાણા જીલ્લાના કડી પો.સ્ટેના ખુનના ગુનામાં વોન્ટેડ આરોપીને હિંગોરીયા ગામ ખાતે ઝડપી પાડતી રાજપારડી પોલીસ

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

થોડા દિવસ અગાઉ કડી-મહેસાણામા થયેલ ચકચારી મર્ડર કરી અને ઝગડીયા તાલુકાના હિંગોરીયા ગામ ખાતે રહેતો હોવાનું પોલીસ ના સૂત્રો પાસે થી માલુમ પડતા રાજપારડી પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો…
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ
અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ જીલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ સાહેબ અંક્લેશ્વર વિભાગ,તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એમ.પાટીદાર સાહેબનાઓના જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડવા સારૂ અને તેનો કડક અમલ કરાવવા પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના મુજબ રાજપારડી પોલીસ પ્રયત્નશીલ હોય,જે અનુસંધાને રાજપારડી પો.સ્ટેશનના પો.સ.ઇ કે.બી.મીરનાઓ તથા પોલીસ સ્ટાફનાઓ

પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કો વિનુભાઈ ભીખાભાઈ નાઓને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે “થોડા દિવસ અગાઉ કડી-મહેસાણામા થયેલ ચકચારી મર્ડરના ગુનાનો આરોપી નિરવ ઉર્ફે બાડો હિંગોરીયા ગામે જોવા મળેલ છે” જેથી ખાનગી તપાસ કરતા સદર આરોપીને હિંગોરીયા, રાજપારડી ખાતેથી કોર્ડન કરી, ઝડપી પાડી CRPC 41(1)(I) મુજબની કાર્યવાહી કરવામા આવેલ છે.પકડાયેલ આરોપી નિરવ ઉર્ફે બાડો વિહાજી ઠાકોર રહે.વાંસઝડા તા.કલોલ જી.ગાંધીનગરનાનો હિંગોરીયા કડી પો.સ્ટે.ગુ.ર.નંબર-૧૧૨૦૬૦૨૦૨૩૧૦૯૫/૨૦૨૩ IPC કલમ ૩૦૨,૧૧૪ તથા GP Act-૧૩૫ મુજબ ઝડપી લઈ આગળની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે….


Share to

You may have missed