ઝઘડિયા તાલુકાની રાણીપુરા મંડળી દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ કેન્દ્રનમ શરૂ કરવામાં આવ્યું.

Share to

શિવાકાશીના બ્રાન્ડેડ કંપનીના અવનવી વેરાઈટી ના ફટાકડા નો સ્ટોલ રાણીપુરા ગામ ખાતે શરૂ થયો.

પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે આવેલ રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ દ્વારા તેના સભાસદો માટે સીઝનેબલ વ્યવસાય નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી મંડળી દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ખોલવામાં આવે છે,

બજારમાં થતી કાળાબજારીને ડામવાના એક નાનકડા પ્રયાસ રૂપે સોસાયટીના સભાસદો તથા રાણીપુરાના આજુબાજુના ગ્રામજનોને બજાર કરતા સસ્તા ભાવે ફટાકડા મળે તેવા આશય સાથે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ સોસાયટીના ડિરેક્ટર હર્ષદભાઈ પટેલના હસ્તે શ્રીફળ વધેરી દીપ પ્રાગટ્ય કરી સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્ટોલમાં અવનવી ૨૦૦ થી વધુ પ્રકારની વેરાઈટીના ફટાકડા વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. ગામના વડીલો યુવાનો દ્વારા સ્ટોલમાં માનદ સેવા આપવામાં આવી રહી છે.


Share to