September 7, 2024

જુનાગઢ જિલ્લામાં સહકારી ક્ષેત્રેકેશવ ક્રેડિટ સોસાયટીની ૨૬માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

Share to



કેશવ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી દ્વારા પોલીસ જવાનોને ધિરાણમાં અડધો ટકો વધુ વ્યાજ અને લોન વ્યાજમાં અડધો ટકો વ્યાજ ઓછુની જાહેરાત કરતી વ્યવસ્થાક ટીમ માર્ચ ૨૦૨૫ સુધીમાં ગુજરાતમાં ૨૫ શાખાઓ સાથેનું નેટવર્ક ધરાવતી કેશવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી સહકારી ક્ષેત્રે આગળ વધી રહી છે

જુનાગઢ જિલ્લામાં સહકારી ક્ષેત્રે નમુનારૂપ સહકારીતા સાથે કામગીરી કરતી કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી નો ૨૬મો સ્થાપના દિવસની ઉજવણી કેશવ ભવન ખાતે મહાનુભવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ગત વર્ષે ૨૫માં સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ દ્વારા દેશના સીમાડાઓની રખોપા કરતા લશ્કરના જવાનો માટે ખાસ યોજના બનાવી હતી જેમાં કોઈ જવાનના પરિવારજન દ્વારા કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં થાપણ જમા કરાવે તો તેમને નિયત દર કરતા અડધો ટકો દર વ્યાજ વધારે આપવુ અને જો કોઈ જવાન કે તેના પરિવારજન કેશવ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાંથી ધિરાણ મેળવે તો તેમને અડધો ટકો વ્યાજ માફ ઓછુ આકારવુ એમ નક્કી કર્યું હતુ. આ વર્ષે ૨૬માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે કેશવ ક્રેડીટ સોસાયટીનાં બોર્ડ દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પણ વ્યાજમાં અડધા ટકાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે
કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના થાપણદારોએ જો નિયત કરેલી રકમ જમા કરાવશે તો તેમને આકસ્મિક મૃત્યુ પ્રસંગે તેમનાં પરિવારજનોને વળતર લાભ આપવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને જો થાપણદારનું અકાળે અવસાન થાય તો તેમની લીધેલી લોન માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ મહિલાઓ માટે વ્યાજ રહિત ધિરાણની પણ વાત શ્રી વિનુભાઈ બરોચિયાએ રજૂ કરી હતી
કેશવ ક્રેડિટ સોસાયટીના સભાસદોનો મિલનોત્સવ અને ૨૬માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી દરમ્યાન થાપણદારોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનાં અધ્યક્ષ અને સોસાયટીનાં વાઈસ ચેરમેનશ્રી હરજીવનભાઇ ઢોલરીયાએ જણાવ્યુ હતુ કે કેશવ ક્રેડીટ સોસાયટીની સ્થાપના આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા અને ૧૯૯૭માં કરવામાં આવી હતી. આ સોસાયટી નો મુદ્રાલેખ લોકહિતમ મમકરણીયમ એટલે કે જન કલ્યાણ એ જ મારું કર્તવ્ય છે. આ સોસાયટી સમાજના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહયોગ આપી આત્મનિર્ભર કરવા અને રાષ્ટ્રનો આર્થિક નથી કરવાનો છે.
સહકાર ભારતી ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખશ્રી જીવણભાઇ ગોલેએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રના સર્વાંગી ઉન્નતિનું કાર્યમાં કેશવ ક્રેડીટ સોસાયટી સહયોગ આપી રહેલ છે. છેલ્લા ૨૩ વર્ષથી લોકહિતના ધ્યેય મંત્રના સાથે જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અગ્રિમ સ્થાન પર શાખાઓ ધરાવતી જુનાગઢ કેશવ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા જુનાગઢ કેશવ ભવન ખાતે સભાસદો દ્વારા ૨૬ માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીનાપુર્વ ચેરમેન અને સામાજીક સમરસતાનાં સહ સંયોજકશ્રી જતિનભાઇ નાણાવટીએ જણાવ્યું કે જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૨૩ જેટલી શાખાઓ હાલમાં કાર્યરત છે. આગામી માર્ચ મહિના સુધીમાં ૨૫ જેટલી શાખાઓ કાર્યરત હશે કેશવ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ગુજરાતમાં પ્રથમ આઈએસઓ સર્ટીફીકેટ ધરાવતી શાખા છે. ક્રેડિટ સોસાયટીમાં સભાસદો દ્વારા કરોડો રૂપિયાની ડિપોઝિટ જમા કરાવવામાં આવે છે. જેના નફાનો ઉપયોગ છેવાડાના લોકોના ઉત્કર્ષ માટે વપરાય છે. ૨૫ વર્ષથી કામ કરતી કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પ્રત્યે લોકોનો અતૂટ વિશ્વાસ રહ્યો છે. આગલા વર્ષોમાં કેશવ ક્રેડિટના સભાસદોને એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ તથા મોબાઇલ બેન્કિંગની સુવિધા પુરી પાડવાનો સંકલ્પના રહી હતી. શૂન્ય એનપીએ ધરાવનાર સભાસદોને એકદમ વ્યાજબી વ્યાજના દરે ₹ ૧૦ હજાર થી લઈને ૫૦ લાખ સુધીની ૨૪ કલાકમાં ધિરાણ આપતી આ શાખા સભાસદોમાં એક આવકાર્ય રીતે કાર્ય કરતી સંસ્થા બની રહી છે.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમર, જૂનાગઢ માર્કટીંગ યાર્ડનાં ચેરમેનશ્રી કેવલભાઇ ચોવટીયા, જિલ્લા સહકારી સંઘનાં પ્રમુખશ્રી ભાવેશભાઇ મેનપરા, બાર એશોસીયેશનનાં શ્રી ભાવેશભાઇ જીંજુવાડીયા કેશવ ક્રેડીટ સોસાયટીનાં જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટર શ્રી ચિમનભાઇ ડોબરીયા પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે કેશવ ક્રેડિટ સોસાયટી માત્ર બેંક નથી પણ લોક સેવાનો પર્યાય બની રહી છે. સમય અને શક્તિ અને સંપત્તિનો સદ માર્ગે સેવા કાર્યમાં ઉપયોગ થાય ત્યારે જ એની સાર્થકતા છે, કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પરિવાર માનવધર્મ સેવાનો છે તેવી ભાવના સાથે સુપેરે ફરજ નિભાવી રહ્યો છે, ત્યારે નાના માણસોને આત્મનિર્ભર બનાવવા અગ્રતા આપતા કેશવ કો-ઓપરેટીવ સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ સતત આર્થિક પછાત લોકો પરત્વે સદૈવ ચિંતનશીલ રહ્યા છે
કાર્યક્રમ પુર્વે સમીરભાઇ જોષીએ આમંત્રીતોને આવકારી સંસ્થાનો પરિચય આપ્યો હતો. પ્રારંભેશ્રી દિલીપસીંહ બારડ અને જય નકુમે ધ્યેય ગીત દ્વારા અતિથીઓને આવકાર્યા હતા. કાર્યક્રમનાં અંતે ચેતનભાઇ બાલધાએ શાંતિ મંત્ર સાથે કાર્યક્રમને વિરામ આપ્યો હતો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed