પહેલીવાર સાઈબર ક્રાઈમનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો, FIR ન કરવા 10 લાખ માંગ્યા હતા

Share toપહેલીવાર સાઈબર ક્રાઈમનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો, FIR ન કરવા 10 લાખ માંગ્યા હતા

અમદાવાદમાં પહેલીવાર સાઈબર ક્રાઈમનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો fir ન કરવા 10 લાખ માંગ્યા હતા


અમદાવાદમાં પહેલીવાર સાઈબર ક્રાઈમના પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. લોન અપાવવાનું કામ કરતા વેપારી સામે છેતરપિંડીની FIR ન નોંધવા માટે સાઈબર ક્રાઈમના કોન્સ્ટેબલે પૈસાની માગણી કરી હતી. આ માટે અગાઉ 7 લાખ આપી દીધા હતા. બાકીના 3 લાખની રકમ લેવા જતા તેઓ પકડાઈ ગયા હતા.

*30 હજારની છેતરપિંડીની FIR ન લખવા માગ્યા પૈસા*


પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના વેપારી લોન અપાવવાનું કામ કરે છે. તેમની પાસે એક બે વ્યક્તિએ લોન માટે પ્રોસેસ કરતા બેંક એકાઉન્ટ ખોલાયા હતા. આ માટે 15-15 હજારની પ્રોસેસિંગ ફી લેવાઈ હતી. જોકે લોન રિજેક્ટ થતા બંનેએ પૈસા પાછા માગ્યા હતા. જે વેપારીએ ન આપતા તેના વિરુદ્ધ સાઈબર ક્રાઈમમાં અરજી થઈ હતી. બાદમાં સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે વેપારીને બોલાવીને તેમના વિરુદ્ધની અરજી પર FIR ન કરવા અને ફ્રી થયેલું એકાઉન્ટ શરૂ કરવા રૂ.10 લાખની માગણી કરી હતી. વેપારીએ રૂ.7 લાખ આપી દીધા બાદમાં રૂ.3 લાખ આપવા ન માગતા હોવાથી ACBને ફરિયાદ કરી હતી.


*3 લાખ લેતા ACBના છટકામાં પકડાયો*

બાદમાં ACBએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલને શાહીબાગમાં ટેલિફોન એક્સચેન્જ બસ સ્ટેન્ડ પાછળ બોલાવ્યા હતા અને રૂ.3 લાખ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. અમદાવાદમાં પહેલીવાર સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલ આ રીતે લાંચ લેતા ઝડપાયા છે.


*’ઉપરથી નીચે સુધી બધાનો હિસ્સો છે’*

ખાસ વાત એ છે કે કોન્સ્ટેબલે વેપારી પાસે આ 10 લાખની માગણી કરી હતી અને કહ્યું હતું કે, આ પૈસા મારા એકલાના નથી. ઉપરથી નીચે સુધી આમા તમામ અધિકારીઓનો હિસ્સો છે. ત્યારે હવે ACBએ આ કામમાં અન્ય કોઈ સામેલ હતું તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.


Share to