ભ્રષ્ટાચાર ને રોકવા અને સરકારી બાબુઓ ની જવાબદારી નક્કી કરતો RTI નો કાયદો દેશ ના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ શસ્ત્ર
એક તરફ માહિતી આયોગ ના મુખ્ય કમિશનરની લોકોને સમયસર માહિતી મળે તેની તંત્ર ને તાકીદ અને બીજી તરફ નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારી માહીતી આપવામાં ઠાગાઠૈયા
નર્મદા જિલ્લા ની કેટલીય સરકારી કચેરીઓ મા માહિતી અધિકાર હેઠળ સમયસર માહિતી આપવામાં આવતી નથી,અને જો આપવામાં આવે તો એ અધૂરી અને અસ્પષ્ટ હોય છે
ઈકરામ મલેક:રાજપીપળા
ગુજરાત માહિતી આયોગ ના મુખ્ય કમિશ્નર દિલીપ ઠાકરે ગત શનિવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી નર્મદા જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રી તેમજ અન્ય જવાબદાર અધિકારીઓ ને આરટીઆઈના કાયદા બાબત અને તેના ચૂસ્ત અમલ માટે વિગતવાર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને તેમનું માર્ગદર્શન કરાયું હતું.
રાજપીપળા કલેક્ટરાલય ખાતે ગત શનિવારે યોજાયેલી ગુપ્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા ગુજરાત માહિતી આયોગ ના મુખ્ય કમિશનર દ્વારા વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે તેવા હેતુસર અમલમાં આવેલા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ નાગરિકોને કેન્દ્રના કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ કાયદા અને તેની વિવિધ જોગવાઇઓ નો હેતુ જાળવવો ખૂબ જ જરૂરી છે તેવી ટકોર કરવામાં આવી હતી, અને જો અરજદાર અભણ હોય તો કચેરીના કર્મચારીઓએ તેના માહિતી અધિકાર હેઠળ ની અરજી કરવામાં મદદ કરવી જોઈએ તેવો ભારપૂર્વક અનુરોધ તેમણે કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે માહિતી અધિકાર અરજીની નમૂના કંઈ અરજદારને શક્ય હોય તેટલી વહેલું અને સમય મર્યાદામાં જવાબ અને માહિતી મળી રહે તે ખુબ જ જરૂરી છે આ કાયદો ફક્ત ભારતના નાગરિકોને માહિતી માગવાનો અધિકાર આપવામાં આવેલો છે હોદ્દાની રૂએ કોઈ સંસ્થા માહિતી માગી શકે પરંતુ તે માહિતી માંગતી વ્યક્તિના હોદ્દા સાથે તેમનું નામ જણાવો ફરજિયાત રહે જ્યારે સત્તા મંડળ માં સમાવેશ થતો હોય તેવી તમામ કર્મચારીઓ બધાને કચેરીની તમામ માહિતી દર્શાવતું પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નિયત નમૂનામાં દર વર્ષે અદ્યતન કરી કચેરીના નોટિસ બોર્ડ પર અને વેબસાઈટ પર બહોળી રીતે પ્રસિધ્ધ કરવો ફરજીયાત છે આને લીધે કચેરી વધુ કાર્યક્ષમ બની શકશે હાલના ડીજીટલાઇઝેશન ના વ્યાપ અંતર્ગત કચેરીની તમામ રેકર્ડ ડિજિટલી પ્રાપ્ત હશે તો જે તે કચેરીની કામગીરી ખૂબ સરળ બની રહેશે.
અહીંયા ઉલ્લેખનીય છે કે યુપીએ સરકાર દ્વારા વર્ષ 2005માં ભારત દેશના નાગરિકોને એક ખુબજ મહત્વપૂર્ણ અધિકાર માહિતી મેળવવાના કાયદા દ્વારા આપવામાં આવ્યો હતો આ કાયદાનો હેતુ સરકારી તંત્ર અને સરકારી અધિકારીઓની જવાબદારી અને વહીવટમાં પારદર્શિતા રાખવા માટે નો મુખ્ય હેતુ હતો. પરંતુ એના પછી ની આવેલી સરકારોએ આરટીઆઈના કાયદા માં સંશોધન કરી કેટલીક આ જોગવાઇમાં ફેરફાર કરી રાખતા આ કાયદો નબળો પાડી દેવાયો છે એવું આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કહેવામાં આવ્યું હતું કાયદાની જોગવાઈ અનુસાર અરજદાર દ્વારા માંગવામાં આવેલી માહિતી જે તે વિભાગ દ્વારા સમયસર આપવામાં ન આવે તો જે તે જવાબદાર અધિકારી ઉપર દંડની જોગવાઈ સામેલ હતી, દંડની જોગવાઈ ના કારણે અધિકારીઓ ફફડાટ ફેલાયો હતો પરંતુ ત્યારબાદ આ કાયદામાં સંશોધન કરવામાં આવતા કેટલીક જોગવાઇઓમાં ફેરફાર થઈ જતાં હાલ આ કાયદો નબળો પડી ગયો છે તેવું જણાઈ રહ્યું છે.
More Stories
નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે આવેલ નર્મદા સુગરની 35 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ… આવનાર દિવસોમાં નર્મદા સુગર ગુજરાતમાં નંબર એક પર આવે એવા પ્રયત્નો કરવામાં આવશે :ઘનશ્યામભાઈ પટેલ
૯ લાખ મેટ્રિક ટન શેરડીના લક્ષ્યાંક સાથે નર્મદા શુગર ફેક્ટરીમાં નવા વર્ષમાં શેરડી પિલાણ શરૂ કરાયું… નર્મદા શુગરના કસ્ટોડિયન ચેરમેન અને તમામ શુગર ફેક્ટરીના પરિવારની ટિમ અને ખેડૂતોએ પૂજા કરી..
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર – જાનદાર ઉજવણી