ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે રાજપારડી પોલીસ સ્ટેશનમાં નંધાયેલ જુગારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.ભરૂચ જિલ્લાના વિસ્તારમાં નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો જમ્પના ફરારી આરોપીઓની માહિતી એકત્ર કરીને તેમને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ, જેના અનુસંધાને પીએસઆઇ વી.એ.રાણા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચ દ્વારા ટીમ સાથે મળીને આવા કરારી કેદી તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળી હતી કે રાજપારડી પોલીસ મથકમાં નંધાયેલ જુગારધારા અંતર્ગતના ગુના હેઠળ નાસતો-ફરતો આરોપી શૈલેષભાઇ પુનીયાભાઇ વસાવા રહે.લીમોદ્રા સુકવણા ફળીયા તા.ઝગડિયા જિ.ભરૂચના હાલ ઝગડિયા લાડવાવડ ખાતે હાજર છે. મળેલ બાતમીના આધારે પેરોલ ફ્લોની ટીમે તપાસ કરતા સદર બાતમીવાળો ઇસમ મળી આવતા તેને આજરોજ તા.૨૧ મીના રોજ હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે રાજપારડી પોલીસને સોંપ્યો હતો.
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના