જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર રંભીબેન કાળુભાઇ મોઢવાડીયા પોરબંદરના વતની હોય અને જૂનાગઢ તેમના પિયર આવેલ હોય, રંભીબેન ઝાંઝરડા રોડથી તળાવ ગેટ જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે રાખેલ પર્સ* કે જે પર્સમાં તેમની જીંદગીભરની પાઇ પાઇની કમાણીની બચતથી લીધેલ ૪૦ ગ્રામ સોનાનું મંગળસુત્ર કે જેની કિં .રૂ. ૨,૭૦,૦૦૦/- જેટલી હોય તથા SAMSUNG કંપનીનો M13 મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- તેમજ રોકડ રૂપિયા તથા અન્ય કિંમતી ડોક્યુમેન્ટસ એમ કુલ ૩,૦૦,૦૦૦/- જેટલી કિંમતના સહિતના સામાનનું પર્સ ઓટો રીક્ષામાં ભુલી ગયેલ*. રંભીબેને તે ઓટોરિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ મળી આવેલ નહિ જેથી તેઓ વ્યથિત થઇ ગયેલ આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. દેવેનભાઇ સિંધવ, હરસુખભાઇ સિસોદીયા, તરૂણભાઇ ડાંગર, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રંભીબેન મોઢવાડીયા જે સ્થળે ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરી ઓટો રીક્ષાના નંબર GJ 06 AW 2099 શોધેલ. CCTV કેમેરા દ્રારા રીક્ષાનો સમગ્ર રૂટ ચેક કરતા જાણવા મળેલ કે રંભીબેનની સાથે બેઠેલ પેસેન્જર જે આઝાદ ચોક પાસે ઓટો રિક્ષામાંથી ઉતરીને ભૂલથી રંભીબેનનું પર્સ લઇને જતા જોવા મળેલ જે આધારે નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ પોલીસની ભાષામાં પુછપરછ કરતા પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ.* આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ગણતરીની કલાકોમાં ૪૦ ગ્રામ સોનાનુ મંગળસુત્ર તથા ૨ મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપિયા સહીતના કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- ની કીંમતનું પર્સ શોધી અને રંભીબેન કાળુભાઇ મોઢવાડીયાને પરત આપેલ.*_
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૪૦ ગ્રામ સોનાના દાગીના સહીતનુ કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- ની કીંમતનું પર્સ શોધી* અને રંભીબેન કાળુભાઇ મોઢવાડીયાને ગણતરીની કલાકોમાં સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી રંભીબેન કાળુભાઇ મોઢવાડીયા પ્રભાવિત થયેલ* અને તેમણે જણાવેલ કે આટલી કીંમતી વસ્તુ પાછી મળશે તેવી તેમણે આશા છોડી દીધેલ* અને ભાવુક થઇ ગયેલ અને પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતાને* રૂબરૂ મળી આભાર વ્યક્ત કરેલ હતો.*
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રંભીબેન કાળુભાઇ મોઢવાડીયાનું ૪૦ ગ્રામ સોનાના દાગીના સહીતનુ કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- ની કીંમતનું પર્સ ગણતરીની કલાકોમાં સહી સલામત પરત અપાવતા* અને સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને ફરીવાર સાર્થક કરવા બદલ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા* દ્વારા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ. મશરૂ અને નેત્રમ શાખાની સમગ્ર પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા._
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન